વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

મોરબીના ઈરાનને દાઉદ સાથે મિત્રતા હોય છાતીમાં છરીનો ઘા ઝીકિને બે શખ્સોએ પતાવી દીધો: ગુનો નોંધાયો


SHARE

મોરબીના જોન્સનગરમાં રહેતા ઈરાનને દાઉદ સાથે મિત્રતા હોય છાતીમાં છરીનો ઘા ઝીકિને બે શખ્સોએ પતાવી દીધો: હત્યાનો ગુનો નોંધાયો

મોરબી શહેરના જોન્સનગર વિસ્તારમાં ગઇકાલે સાંજે યુવાનને છાતીમાં છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યુ છે જેથી કરીને બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને બે શખ્સો સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને મૃતક યુવાનને કાલિકા પ્લોટમાં રહેતા દાઉદ  સાથે મિત્રતા હોય તે આરોપીઓને સારું નહિ લગતા તેની હત્યા કરી હોવાનું હાલમાં ફરિયાદમાં મૃતકના ભાઈએ લખાવ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના લાતી પ્લોટ શેરી-૧૧ પાસે આવેલ જોન્સનગર વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) નામના યુવાનને બે શખ્સો દ્વારા છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા હતા જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે રાજકોટ ખાતે સારવાર દરમ્યાન ઇરાનનું મોત નિપજયું હતું  જેથી હત્યાના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ અસ્લમ હાજીભાઇ ખોડ (૨૨) રહે, સામાકાંઠે ભીમસર વાળાની ફરિયાદ લીધી છે જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, ગઇકાલે સાંજના સમયે જોન્સનગર વિસ્તારમાં તેનો ભાઈ ઈરાન હાજીભાઇ ખોડ (૨૫) ઊભો હતો ત્યારે બાઈક નંબર જીજે ૩૬ એબી ૨૦૨૮ લઈને ફરીદ અબ્બાસભાઈ સાયચા અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટી રહે, બંને શિવ સોસાયટી, કાલિકા પ્લોટ વાળા ત્યાં આવ્યા હતા અને તેમણે ઈરાનની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં ગાળો આપીને ફરીદે તેની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો અને ઈરાનને છાતીમાં છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે કઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે વધુમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, કાલિકા પ્લોટમાં રહેતા દાઉદ પલેજા સાથે તેના ભાઈ ઈરાનને મિત્રતા હતી માટે તે અવાર નવાર તેના ઘરે કાલિકા પ્લોટમાં આવતો હતો જે આરોપી ફરીદ અબ્બાસભાઈ સાયચા અને ઇમ્તિયાઝ સલિમભાઈ ભટ્ટીને ગમતું ન હતું જે બાબતનો ખર રાખીને આરોપીઓએ છરી વડે હુમલો કર્યો હતો અને તેના ભાઈની હત્યા કરેલ છે હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
Latest News