મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘર પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત


SHARE





મોરબીમાં ઘર પાસે રમતી અઢી વર્ષની માસૂમ બાળકીને કાર ચાલકે કચડી નાખતા મોત

મોરબીના આલાપ રોડ ઉપર પટેલનગર પાસે આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનની અઢી વર્ષની દીકરી તેઓના ઘર પાસે રમતી હતી દરમ્યાન કાર ચાલકે તેને હડફેટે લીધી હતી અને તેના શરીર ઉપરથી કારના બંને ટાયર ફેરવી દીધા હતા જેથી બાળકીને પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તે માસુમ બાળકીનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકીના પિતાએ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં આવેલ આલા રોડ ઉપર પટેલનગર પાસે સિલ્વર એપાર્ટમેન્ટમાં રહેતા વાસુદેવભાઈ નરભેરામભાઇ વડસોલા (42)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નિરવભાઈ મહાદેવભાઇ ભોરણીયા રહે. જુના દેવળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓના ઘર પાસે તેમની અઢી વર્ષની દીકરી ધનશ્રી વાસુદેવભાઈ વડસોલા તેઓના ઘર નજીક શેરી પાસે રમતી હતી દરમિયાન કાર નંબર જીજે 36 એજે 9315 લઈને આરોપી નિરવભાઈ ભોરણીયા ત્યાંથી નીકળ્યા હતા અને ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી અને ત્યારબાદ તેના શરીર ઉપરથી કારના બંને ટાયર ફેરવી દીધા હતા જેથી બાળકીને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે બાળકીનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News