માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

“મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે ખબર પણ નહીં પડે”: ઓવેસીને બ્રિજરાજદાન ગઢવીનો પડકાર


SHARE











મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે ખબર પણ નહીં પડે: ઓવેસીને બ્રિજરાજદાન ગઢવીનો પડકાર

મોરબી નજીકના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે બ્રિજરાજદાન ગઢવી સહિતના કલાકારોનો લોક ડાયરો યોજાયો હતો અને ત્યારે મંચ ઉપરથી બ્રિજરાજદાન ગઢવીએ ઓવેસીને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદનું હનુમાનગઢ ક્યારે થઈ જશે તેની ખબર પણ નહીં પડે. તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ તેઓની લાગણી વ્યક્ત કરતા કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ૩૫ વર્ષથી તેઓ જાહેર જીવનમાં છે અને ક્યારેય પણ અધિકારી, સરકાર, ગુંડાઓ કે જમીનમાં કોઈપણ જાતનું સમાધાન કર્યું નથી

મોરબી નજીકના શનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને કોરોનાના દિવંગત આત્માઓના મોક્ષર્થે યોજાયેલ કથામાં વિશાળ સંખ્યામાં લોકો કથા શ્રવણ કરવા માટે આવતા હોય છે તેની સાથો સાથ રાત્રિ દરમિયાન લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શનિવારે રાત્રિના સમયે બ્રિજરાજદાન ગઢવી, સાગરદાન ગઢવી અને પુનમબેન ગોંડલીયા સહિતના કલાકારોના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝા સહિત હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

ત્યારે લોકોને ડાયરાની મોજ કરાવતા બ્રીજરાજદાન ગઢવીએ જાહેર મંચ ઉપરથી ઓવેસીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, મોદી હિમાલયને ચલા જાયેગા ઔર યોગી મઠ મેં ચલા જાયેગા, તબ તુમ્હે બચાને કોન આયેગા કહેનાર સાંભળી લે મોદી તેરા બાપ હૈ, હૈદરાબાદ કો હનુમાનગઢ કબ બના દેગા પતા ભી નહિ ચલેગા ત્યારે સભા મંડપમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્યા હતા ત્યારબાદ હજારોની સંખ્યામાં હાજર રહેલ લોકોને સંબોધન કરતા મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે ભગવાને મારી જરૂરિયાત કરતા અનેક ઘણું વધારે આપ્યું છે ત્યારે ૩૫ વર્ષના જાહેર જીવનમાં કયારે પણ લોકોને હિતને નુકશાન કરીને અધિકારી, સરકાર, ગુંડા કે જમીનમાં કોઈપણ જાતનું સમાધાન કર્યું નથી અને હમેશા લોકહિતને સર્વોપરી રાખ્યું છે






Latest News