મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના ઘાંટીલા ગામે સીમમાં ડીઝલ ચોરી કરતા ચાર પૈકી એક પકડાયો, ત્રણ ફરાર


SHARE







મોરબીના ઘાંટીલા ગામે સીમમાં ડીઝલ ચોરી કરતા ચાર પૈકી એક પકડાયો, ત્રણ ફરાર

હાલમાં મોરબી શહેર-જિલ્લામાં વિચિત્ર બનાવો સામે આવી રહ્યા છે.જેમાં સીમ વિસ્તારમાં થતી ચોરીઓ મુખ્ય છે.આવો જ બનાવ માળીયા મીંયાણા ખાતે સામે આવ્યો હતો.જ્યાં ઘાંટીલા ગામની સીમમાં ડીઝલ મશીનમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું.અને તે દરમિયાન એક ઇસમ પકડાઈ ગયો હતો.જ્યારે ત્રણ ભાગી છુટ્યા હોય તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.થોડા દિવસો પહેલા મોરબી તાલુકાની હદમાં ચોરી-લુંટના ઇરાદે નીકળેલા પાંચ લોકો દ્વારા બે મહિલાઓ ઉપર દુષ્કર્મની ઘટનાની સાહી સુકાઇ નથી ત્યારે સિમ વિસ્તારમાં થતી આ ચોરીઓ પોલીસના નાઈટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઊભા કરે છે.

હાલમાં માળિયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ ગોવિંદભાઈ વિડજા પટેલ (૫૩) રહે.ઘાંટીલા તા.માળિયા મીંયાણાએ સુમિત લાભુ જીંજરિયા રહે.કોપરણી તા.ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર, સુનિલ મનજી જીંજરીયા, સુરેશ મનજી જીંજરિયા અને અશ્વિન વેલજી ઝિંઝવાડીયા રહે.તમામ કોપેણી તા.ધાંગધ્રા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તા.૧૨-૬ ના રાત્રિના બે વાગ્યાના અરસામાં ડિઝલ ચોરીનો બનાવ બન્યો હતો.જેમાં બે મોટરસાયકલોમાં સવાર ચાર ઇસમો સીમ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા અન્ય સાહેદોની કેનાલ ઉપર પીયત માટે મૂકવામાં આવેલ ડીઝલ મશીનોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી હતી.ત્યારે ફરિયાદીના ડીઝલ મશીનમાંથી કેરબામાં આશરે બે લીટર જેટલું ડીઝલ કાઢી તે ડીઝલ તથા છરી સાથે સુમિત લાભુ જીંજરિયા રહે.કોપેણી તા.ધાંગધ્રા વાળો પકડાઈ ગયો હતો.જ્યારે સુનિલ, સુરેશ અને અશ્વીન નામના ત્રણ ઇસમો તેમની પાસે રહેલા મોટર સાયકલ સાથે ભાગી છુટ્યા હતા. હાલ આ બાબતે માળિયા(મિં.) પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ભાગેલ તસ્કરોની તપાસ શરૂ કરી છે.

મોરબીમાં સ્પાના સંચાલક સામે કાર્યવાહી

મોરબી એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના શનાળા રોડ મહેશ હોટલ પાસે આવેલ ધર્મેન્દ્ર પ્લાઝા ખાતેના ડાઉન ટાઉન સ્પા ખાતે ચેકિંગ કર્યું હતું.અને તે દરમિયાન ત્યાં કામ કરતી બે સ્પા વર્કરોના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં નિયમ અનુસાર જમા કરવામાં આવેલા ન હોય તથા સીસીટીવી કેમેરામાં જાહેરનામા મુજબ રેકોર્ડિંગ કરવામાં આવતું ન હોવાનું ધ્યાને આવતા જાહેરનામાના ભંગ સબબ સ્પાના સંચાલક આરીફ ગુલામભાઇ બેસીમ સિપાઈ (૨૬) રહે.ઓમકાર રેસીડેન્સી લીલાપર રોડ મોરબી સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

લિક્વિડ પી જતા સારવારમાં

હળવદના ચરાડવા ગામે આવેલ સોમનાથ જીન પાસે રહેતો મનોજ ગણેશભાઈ સોટે નામનો ૩૫ વર્ષનો યુવાન કોઇ કારણોસર વાસણ ધોવાનું લિક્વિડ પી ગયો હતો જેથી તેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ જામનગરના જોડિયા તાલુકાના જામસર ગામે રહેતા રફીક ઓસમાણભાઈ ખુરેશી નામના ૩૫ વર્ષના યુવાનને ગામમાં સાપ કરડી ગયો હોય તેના સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે પ્લાયવુડના યુનિટ નજીક બોલાચાલી ઝઘડો થતાં અંકુશકુમાર દોહીલાલ મિસ્ત્રી નામના ૨૨ વર્ષના મજૂર યુવાનને ત્રણ લોકોએ માર માર્યો હતો.જેથી તેને પણ અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો

 






Latest News