મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE









ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનના ત્રણ વર્ષના દીકરાને વાડીની ઓરડીમાં કોઈપણ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે બાળકનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ દાહોદ જિલ્લાના ડોલરીયા ગામ હોળી ફળિયુના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે પ્રાણજીવનભાઈ ચારોલાની વાડીએ  મુકેશભાઈ માવી (31)નો 3 વર્ષનો દીકરો રાજવીર મુકેશભાઈ વાડીએ રમતો હતો ત્યારે રમતા રમતા રાજવીરને કોઈપણ કારણોસર વાડીની ઓરડીમાં ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે માસુમ બાળકનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્સેસ સિનેમા નજીક પેટ્રોલ પંપ સામેના ભાગમાં એકટીવા અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ અમરશીભાઈ નકુમ (50) નામના આધેડને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના રંગપર ગામ નજીક રહેતો ફકીરચંદ મહેતાબસિંગ ભૂરીયા નામનો વ્યક્તિ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ઇજાઓ થઈ હતી અને હાથમાં ફ્રેકચર જેથી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News