હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત


SHARE







ટંકારાના ધૂનડા(ખા)થી રસનાળ તરફ જતાં રસ્તા ઉપર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડનું મોત

ટંકારા તાલુકાના ધૂનડા(ખાનપર)થી રસનાળ તરફ જવાના રસ્તા ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભ મૃતક આધેડના મોટાભાઈએ કારચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ રસનાળના રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ પરસોતમનગરમાં રહેતા રાજેશભાઈ ભગવાનજીભાઈ વડગામા (55)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 3 એનએફ 7975 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારા તાલુકાના ધૂનડા(ખાનપર)થી રસનાળ ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ વળાંક પાસે કાર ચાલકે બેફિકરાઈથી તેની કાર ચલાવી હતી અને ફરિયાદીના નાના ભાઈ ઉમેશભાઈ ભગવાનજીભાઈ વડગામા રહે. રસનાળ વાળાના બાઈક નંબર જીજે 10 સીડી 6153 ને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News