હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના મેઘપર ઝાલા ગામે કાકા-ભત્રીજા ની હત્યા કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની જમીન માપણીનો પ્રશ્ને હતો અને આ વિવાદમાં કાકા અને ભત્રીજાની હત્યા કરવામાં આવેલ હતી જેથી નાના એવા ગામ અને ટંકારા તાલુકામાં ચકચાર મચી ગઇ હતી અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ટંકારના મેઘપર ઝાલા ગામે રહેતા દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા (48)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતુ કે, તેઓની વાડીની બાજુમાં મહેન્દ્રસિંહ શિવુભા ઝાલાની વાડી આવેલ છે અને તેઓની વાડીએ જમીન માપણી કરવા માટે કર્મચારીઓ આવ્યા હતા અને માપણી પૂરી કરવામાં આવ્યા બાદ બંને આરોપીઓને સ્થળ ઉપર બોલાવેલ હતા ત્યારે તેઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને જમીન માપણી બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આ ઝઘડાએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું અને ફરિયાદીના ભાઈ જયપાલસિંહ પ્રતાપસિંહ ઝાલા (40) અને તેના દીકરા હર્ષવર્ધનસિંહ દિગ્વિજયસિંહ ઝાલા (22)ને બંને આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ દીધા હતા જેથી ફરિયાદીના ભાઈ અને દીકરાનું મોત નીપજયું હતું ત્યાર બાદ બંનેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મેઘપર ઝાલા ગામે ડબલ મર્ડરની ઘટનામાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી. ઝાલા અને તેઓની ટીમ દ્વારા ડબલ મર્ડરની આ ઘટનામાં બંને આરોપીઓ મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા રહે. બંને મેઘપર ઝાલા વાળાની ધરપકડ કરેલ છે અને ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ હથિયાર તથા બાઈકને કબજે કરવા માટેની તજવીજ ચાલી રહી છે. તેની માહિતી સમીર સારડાએ પત્રકાર પરિષદમાં આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક જયપાલસિંહ ઝાલા હાલમાં ટંકારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ હતા અને તેઓની તથા તેના ભત્રીજાની છરીના ઘા ઝીકિને તેઓની જ વાડીએ હત્યા કરવામાં આવેલ હતી જેથી બનાવ સમયે ગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું જેથી કરીને ટંકારા પોલીસ દ્વારા ગામની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો






Latest News