મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા


SHARE









આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા

કચ્છ જિલ્લાના આદિપુર ખાતે રહેતો યુવાન તેના પત્ની, સાળી, દીકરી અને દાદી સાથે દ્વારકા ખાતે દર્શન કરવા માટે થઈને પોતાની કાર લઈને જતો હતો ત્યારે મોરબીની પીપળીયા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કારમાં બેઠેલ વ્યક્તિઓ પૈકી યુવાનની સાળીને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું જ્યારે ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કચ્છના આદિપુર ખાતે બુધ્ધનગરમાં રહેતા પ્રિન્સભાઇ ધર્મેન્દ્રભાઈ વઘમસી (28) પોતાની કારમાં તેમના પત્ની અંજલીબેન પ્રિન્સભાઈ વઘમસી (27),  દાદી જશોદાબેન મનજીભાઈ વઘમસી (75), દીકરી આધ્યાબેન પ્રિન્સભાઈ વઘમસી (3) અને સાળી એકતાબેન અરવિંદભાઈ કટારીયા (21) ને આદિપુરથી દ્વારકા ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન માળિયા તરફથી પીપળીયા ચાર રસ્તા તરફ જવાના રસ્તા ઉપર આવેલ બરાર ગામના પાટીયા નજીક ટ્રક સાથે કારનો અકસ્માત થયો હતો જે બનાવમાં એકતાબેન કટારીયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જોકે, પ્રિન્સ ભાઈ તેના પત્ની, દીકરી તેમજ દાદીને ઈજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News