મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી


SHARE









અમારી ગાડી ટોલનાકે ઊભી નહીં રાખવાની: વાંકનેરના વઘાસિયા ટોલનાકાના કર્મચારીને જુદીજુદી બે ગાડીમાં આવેલા 6 શખ્સોએ આપી ધમકી

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા ઉપર ક્રેટા ગાડી લઈને નીકળેલા શખ્સે ગાડી ઊભી નહીં રાખવાનું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ સ્કોર્પિયો ગાડી લઈને આવેલા શખ્સે પણ અમારી ગાડી ટોલ બૂથ ઉપર નહીં ઉભી રાખવી તેવું કહ્યું હતું અને ટોલબૂથના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો. અને માર મારીને ઇજા કરી હતી તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી હાલમાં ટોલબૂથના મેનેજર દ્વારા જુદી જુદી બે ગાડીમાં આવેલા કુલ છ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં કુબેર એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 303 શોભેશ્વર રોડ મોરબી ખાતે રહેતા અને વઘાસિયા ટોલ નાકે મેનેજર તરીકે કામ કરતાં મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (37)એ જયરાજસિંહ ઝાલા અને હાર્દિકસિંહ ઉર્ફે હરુભા ઝાલા રહે. બંને વઘાસીયા વાળા તથા અજાણ્યા ચાર શખ્સો આમ કુલ 6 શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી જયરાજસિંહ ઝાલા અને અજાણ્યા બે શખ્સો તેની ક્રેટા ગાડી નંબર જીજે 36 એજે 2312 લઈને વઘાસીયા ટોલનાકેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ કર્મચારીએ તેની ગાડી ઉભી નહીં રાખવાનું જણાવીને તેની સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ હરદીપસિંહ ઝાલા અને અન્ય બે શખ્સો તેની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 8 બીએચ 0007 લઈને ટોલ બુથ ઉપર આવ્યા હતા અને ત્યાં ટોલ બુથના કર્મચારીને અમારી ગાડી ટોલ બૂથ ઉપર નહીં ઉભી રાખવી તેવું કહ્યું હતું અને ટોલ બુથના કર્મચારીને સાથે બોલાચાલી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ માર મારીને શરીરે ઇજા કરી હતી અને ટોલ નહીં ભરી ટોલ પ્લાઝાના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એનએચઆઇને આપેલા નોટિફિકેશનનો ભંગ કર્યો હતો જેથી કરીને હાલમાં ટોલનાકાના મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે કુલ છ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 
#morbi




Latest News