મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​ 


SHARE









મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ 

મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટી ખાતે રહેતી શિક્ષિકાને સંતાનમાં ત્રણ દીકરી છે અને દીકરો ન હોવાથી તેને પતિ, સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર મેણાં ટોણા મારીને તેને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી શિક્ષિકાએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ ૫ લોકોની  સામે ફરિયાદ નોંધાવેલ છે

મોરબીના બાપાસીતારામ ચોક પાસે આવેલ શ્રીરામ સોસાયટીમાં રહેતા પૂનમબેન બ્રિજેશભારથી ગોસ્વામી (43)એ હાલમાં તેના પતિ બ્રિજેશભારથી કિશોરભારથી ગોસ્વામી, સાસુ હંસાબેન કિશોરભારથી ગોસ્વામી, સસરા કિશોરભારથી લાલભારથી ગોસ્વામી, જેઠ ધર્મેશભારથી કિશોરભારથી ગોસ્વામી તથા નણંદ નિરાલીબેન રિતેશપરી ગોસ્વામી રહે બધા શ્રીરામ સોસાયટી મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, લગ્નજીવન દરમિયાન પતિ સાસુ, સસરા, જેઠ અને નણંદ દ્વારા અવારનવાર ઘર કામ બાબતે તેમજ તેને સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને દીકરો નથી તે બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને શારીરિક માનસિક દુઃખ આપવામાં આવતું હતું જેથી શિક્ષિકાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News