મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 4 ને ઇજા: ગુનો નોંધાયો


SHARE









માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, 4 ને ઇજા: ગુનો નોંધાયો

કચ્છ જિલ્લાના આદિપુરથી કાર લઈને યુવાન પોતાના પરિવારના સભ્યોને દ્વારકા દર્શન કરવા માટે થઈને લઈને જઈ રહ્યો હતો દરમિયાન માળિયાના મોટી બરાર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનની સાળીને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે યુવાન અને તેની પત્ની, દીકરી અને દાદીને ઇજાઓ થઈ હોવાના કારણે તે ચારે ઇજાગ્રસ્તને સારવાર માટે લઈને આવ્યા હતા અને હાલમાં ઇજા પામેલા યુવાનના ભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ગાંધીધામ તાલુકાના અર્બુદાનગર અંતરજાળ ખાતે રહેતા કૂશાલભાઈ ધર્મેન્દ્રભાઈ વાઘમશી (23) એ ટ્રક નંબર જીજે 12 બીવી 3074 ના ચાલક સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ બેફિકરાયથી તેનો ટ્રક ચલાવ્યો હતો અને ફરિયાદીના ભાઈ પ્રિન્સ ધર્મેન્દ્રભાઈ વાઘમશી પોતાની બલેનો કાર નંબર જીજે 39 એ 0765 લઈને દ્વારકા દર્શન કરવા માટે જઈ રહ્યા હતા.ત્યારે માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામ પાસે પાણીના ટાંકા નજીક ટ્રક ચાલકે તેનો ટ્રક ફરિયાદીના ભાઈની કાર સાથે અથડાવ્યો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં ફરિયાદીના ભાઈને હાથે તથા પગે, ફરિયાદીના ભાભીને ચહેરાના ભાગે, દાદીને માથામાં તેમજ ફરિયાદીની ભત્રીજીને શરીરે સામાન્ય ઇજા થઈ હતી જો કે, ફરિયાદીના ભાઈની સાળી એકતાબેન અરવિંદભાઈ કાતરીયાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવમાં ઈજા પામેલ ચારેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં ઇજા પામેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. #morbi




Latest News