મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

હળવદના જુના માલણીયા ગામે શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવવા ગયેલા વૃદ્ધને બે સગા ભાઈઓને માર માર્યો


SHARE







હળવદના જુના માલણીયા ગામે શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવવા ગયેલા વૃદ્ધને બે સગા ભાઈઓને માર માર્યો

હળવદના જુના માલણીયા ગામે રહેતા વૃદ્ધે શેરીમાં પાણી ઢોળતા બે સગા ભાઈઓને સમજાવા માટેનો પ્રયત્ન કર્યો હતો ત્યારે સામેવાળા શખ્સોએ ઉશ્કેરાઈ જઈને વૃદ્ધને મોઢાના ભાગે લોખંડનો સણાથો માર્યો હતો તેમજ વૃદ્ધની ઉપર બેસી જઈને તેને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી હતી આટલું જ નહીં બીજી વખત સમજાવવા આવશો તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી ઇજા પામેલ વૃદ્ધે સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના જુના માલણીયા ગામે રહેતા જેરામભાઈ રેવાભાઇ ગુંડારીયા (60) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માનસિંગભાઈ નાનુભાઈ ઉઘરેજા અને સવજીભાઈ નાનુભાઈ ઉઘરેજા રહે. બંને જુના માલણીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે,  ફરિયાદી તથા સાહેહરેશભાઈ બંને આરોપીઓને શેરીમાં પાણી ઢોળવા બાબતે સમજાવતા હતા ત્યારે માનસિંગભાઈએ તેના હાથમાં રહેલ લોખંડનો સણાથો ફરિયાદીને માથામાં મારીને ઇજા કરી હતી અને સવજીભાઈએ ફરિયાદી ઉપર બેસી જઈને તેને ઢીકાપાટુનો માર મારીને ઇજા કરી  હતી અને બંને આરોપીઓએ ગાળો આપી હતી અને ફરી વખત સમજાવવા આવશો તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News