ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર


SHARE











મોરબીમાં ચોર સમજીને માર મારવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન મંજુર

મોરબીના શનાળા રોડ ઉપર વાડી પાસે ચોર સમજીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી જેથી આરોપીએ આગોતરા જમીન માટે કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી આગોતરા જમીન મંજૂર કરેલ છે

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મારા મારીના બનાવની ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીઓએ રાત્રીના સમયે ઈજા પામનારને ચોર સમજીને માર માર્યો હતો જેથી મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી નકુમ નવીનભાઈ રમેશભાઈ ની રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા તથા કાનજી એમ. ગરચર રોકાયેલ હતા. અને તેને કોર્ટમાં ધારદાર દલીલ કરેલ હતી કે, આરોપીઓએ આવો કોઈ ગુન્હો કરેલ નથી, આવા કોઈ ગુન્હો અંગે જાણતા નથી, તેમ છતાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે.અને આ કેસમાં આરોપી તરફે જાણીતા વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ.ગરચર તથા કરમશી ડી.પરમાર રોકાયેલ હતાં.






Latest News