મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપરમાં છત ઉપરથી પડતુ મુકેલ મહિલાને અમદાવાદ ખસેડાઇ


SHARE











મોરબીના ત્રાજપરમાં છત ઉપરથી પડતુ મુકેલ મહિલાને અમદાવાદ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં રહેતી વિધવા મહિલાએ પોતાના ઘરની અગાસી ઉપરથી નીચે પડતુ મૂકયુ હતુ જેથી કરીને પગના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેણીને મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સામાકાંઠે આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતા કાજલબેન વેરસીભાઈ સનુરા જાતે કોળી નામની ૨૦ વર્ષીય મહિલાએ તેના ઘરની અગાસી ઉપરથી નીચે પડતું મૂકી દીધું હતું જેથી કરીને પગની પાનીના ભાગે ગંભીર ઇજાઓ સાથે તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી ત્યાંથી કાજલબેનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે અને સીટી બી ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ આર.એમ.ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ભરડીયાની પાસે આવેલ વેલાભાઈ પટેલની વાડીએ રહીને મજૂરીકામ કરતા નંદાબેન રમેશભાઈ કોળી નામની ૪૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.યુ.ગોહિલે તપાસ હાથ ધરી છે. જ્યારે વાહન અકસ્માત સર્જાતા ભરતભાઈ ચંપકલાલ મણિયારને ઇજાઓ થતાં સારવાર માટે લઈ જવાયા હતા બાઇક સ્લીપ થવાના બનાવ ભરતભાઈને ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળે છે.જયારે મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે રહેતા રમણીકભાઈ મૂળજીભાઈ સાવરીયા નામના ૨૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ખેરડા ગામે નિશાળ નજીક રહેતી ભીખીબેન તડવી નામની ૪૬ વર્ષીય મહિલા ઈસનપુરથી હળવદ જતી હતી ત્યારે વેગડવાવ નદી પાસે પેટ્રોલપંપ નજીક તેમના બાઇકની આડે કુતરૂ આડુ ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી ભીખીબેન તડવી નામની મહિલાને સારવારમાં સિવિલે ખસેડાઇ હતી.જ્યારે મોરબીના ન્યુ ચંદ્રનગર મૂનનગર ચોક પાસે રહેતા રાજેશભાઈ ભગવાનદાસ નિમાવત નામના ૮૦ વર્ષિય વૃદ્ધ બાઇક લઇને જતા હતા ત્યારે પંચાસર રોડ ઉપર તેમના બાઇકની આડે અચાનક ગાય આડી ઉતરતા બાઈક પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રાજેશભાઈ નિમાવતને પણ સારવારમાં ખસેડાયા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News