મોરબીમાં પેરોલ જમ્પ કરીને ભાગેલ આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં પેરોલ જમ્પ કરીને ભાગેલ આરોપીની ધરપકડ
મોરબી સબ જેલમાં રહેલા આરોપીને પેરોલ જામીન મળ્યા હતા અને તે પેરોલની મુદત પૂરી થયા છતાં તે પરત જેલ ખાતે હાજર થયો ન હોય બી ડિવિઝન પોલીસ સ્ટાફે તેને પકડીને હાલ જેલહવાલે કર્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોરા વાળી શેરીમાં રહેતા વિનોદ ખોડા દેકાવાડીયા નામના ઈસમને જેલની સજા પડી હોય અને જેલ દરમિયાન તેને પેરોલ મળ્યા હતા. પેરોલ ઉપર છૂટ્યા બાદ તેની પેરોલ પૂરી થઈ ગઇ હોવા છતાં પણ તે પરત જેલ ખાતે હાજર થયો ન હોય સીટી બી ડિવિઝન પોલીસે તેને પકડીને પુન: જેલહવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે.
પરણિતા સારવારમાં
મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા સંધ્યાબેન દિલીપભાઈ રામજીભાઈ પડસુંબીયા નામની ૩૧ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ફીનાઇલની ગોળીઓ ખાઇ લેતાં તેણીને સારવારમાં મંગલમ હોસ્પિટલે ખસેડાઇ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સંધ્યાબેનનો લગ્નગાળો આઠેક માસનો જ છે હાલ કયા કારણોસર તેમણે ઉપરોક્ત પગલું ભર્યું તે અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ હાથ ધરી છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા યાકુબમિંયા હુસેનમિંયા બુખારી નામનો ૪૨ વર્ષનો યુવાન નાઈટ ડ્યુટીમાં જવા માટે જતો હતો ત્યારે રાત્રે દસેક વાગ્યાના અરસામાં આમરણ પીએચસી પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં યાકુબમિંયાને સારવારમાં મોરબી ખસેડાયો હતો. જ્યારે મોરબીના નાની વાવડી ગામે દશામાઁના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ રાજેશભાઈ વેલજીભાઈ સોલંકી નામના ૨૮ વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો.