મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રણછોડનગરમાં જુગાર રમતી પાંચ મહીલા સાથે અગીયાર પકડાયા


SHARE













મોરબીના રણછોડનગરમાં જુગાર રમતી પાંચ મહીલા સાથે અગીયાર પકડાયા

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં સાંઇબાબના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેને આધારે સીટી બી ડિવિજન પોલીસ સ્ટાફે ત્યાં જુગાર અંગેની રેડ કરી હતી ત્યારે ત્યાંથી પાંચ મહિલાઓ સહિત કુલ મળીને અગીયાર પતાપ્રેમીઓ જાહેરમાં જુગાર રમતા મળી આવતા પોલીસે તેઓની પાસેથી રોકડ રૂા.૨૨,૧૪૦ કબજે કરીને તમામ સામે જુગારધારા મુજબ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ રણછોડનગરમાં સાંઇબાબના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મળી આવેલા આનંદ પરસોતમભાઈ પરમાર (૨૪), જગદીશ છગનભાઇ થરેસા કોળી (૪૫), મહેશ છગનભાઇ થરેસા કોળી (૩૪), પાર્થ દિલીપભાઈ અશ્વાર બ્રાહ્મણ (૨૦), જુસબ ઓસમાણ નનાસરા વાઘેર, રવિરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર દરબાર (૩૦), અમરતબેન હસમુખ બચુભાઈ મૈયડ આહિર (૫૫), સુનિતાબેન લાલજી ભાણજીભાઈ સોલંકી (૪૦), કંકુબેન ઇન્દુ મેપાભાઇ ઠુંગા ભરવાડ (૫૦), પૂજાબેન મોહનભાઈ ઇન્દરીયા (૧૮) રહે.બધા રણછોડનગર સાંઇબાબા મંદિર પાસે નવલખી રોડ મોરબી અને મનિષાબેન ભરત માવજીભાઈ સેખાણી કોળી (૨૦) રહે.રમેશ કોટન મિલ પાસે વીસીપરા મોરબી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રૂા.૨૨,૧૪૦ ની રોકડ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વીસીપરા જુગાર

જુગાર અંગેની બીજી રેડ મોરબી બી ડિવિઝન પોલીસના સ્ટાફે શહેરના વીસીપરામાં આવેલ સ્મસાન રોડ ઉપર પટણી માતાના મંદિર પાસે કરી હતી જયાં જાહેરમાં જુગાર રમી રહેલા જયંતિ મેરૂ સલાણી કોળી (૬૦) રહે.વીસીપરા નગરપાલિકાના ડેલા પાસે તેમજ ઉસ્માન ઉમર મુલ્લા મિંયાણા (૩૫) રહે.કુલીનગર શેરી નંબર-૧ રમેશ કોટન મીલ પાસે વીસીપરા વાળાઓની રોકડા રૂપિયા ૧૨૭૦ સાથે ધરપકડ કરી હતી.

ફીનાઇલ પી લેતા સારવારમાં

માળીયા મીંયાણા ખાતે રહેતો નરેશ અમુભાઈ પરમાર નામનો ૨૨ વર્ષનો યુવાન કોઈ અકળ કારણોસર ફિનાઇલ પી ગયો હોય તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા મીયાણા પોલીસને જાણ કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.

 




Latest News