મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના રવાપર ગામે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત

મોરબીના રવાપર ગામે બોનીપાર્ક વિસ્તારમાં રહેતી મહિલા રસોઈ બનાવતા સમયે દાઝી ગયા હતા જેથી મોરબી બાદ રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર વિસ્તારમાં બોનીપાર્કમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા જશુબેન ઉર્ફે જ્યોત્સનાબેન મહેશભાઈ પાડલીયા નામના ૫૭ વર્ષીય મહિલા ગઈકાલે તા.૨૬-૮ મા સવારના દશેક વાગ્યાના અરસામાં રસોઈ બનાવતા સમયે દાઝી ગયા હતા જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં ગઈકાલે જ બપોરે ચારેક વાગ્યાના અરસામાં તેમનું મોત નિપજ્યું હતું. જશુબેન ઉર્ફે જોત્સનાબેન મહેશભાઈ પાડલીયા (૫૭) નું મોત નિપજતા બનાવ અંગે નોંધ કરીને હાલ એ ડિવિઝન પોલીસ મથકના જે.એ.ઝાલાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે લક્ષ્મણભાઈ મૂળજીભાઈની વાડી રહીને મજૂરીનું કામ કરતાં મુકેશભાઈ મંગળભાઈ આદિવાસી નામના ૪૫ વર્ષના યુવાનને ગત મોડીરાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી સાપ કરડી જતા તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.




Latest News