ટંકારા તાલુકાના બે શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું
SHARE
ટંકારા તાલુકાના બે શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક દ્વારા સન્માન કરવામાં આવ્યું
તા.૫ મી સપ્ટેમ્બર, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આ તકે શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરતા ગુરુજનોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી ખાતે યોજાયેલ શિક્ષકદિન ની ઉજવણીના કાર્યક્રમમાં ટંકારા તાલુકાની જીવાપર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નિશાંતભાઈ ડોડિયા અને નેકનામ કન્યા શાળાના શિક્ષિકા શ્રી વિધિબેન પટેલને ટંકારા તાલુકાના તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.હંમેશા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખરા દિલથી પોતાની જાતને કાર્યરત રાખતા તેમજ ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ દ્વારા તેમજ નાવિન્યપૂર્ણ કામગીરી દ્વારા સતત કાર્યરત રહેતા એવા નિશાંતભાઈ અને વિધિબેનનું સન્માન અન્ય શિક્ષકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ દ્વારા અપાતા પ્રતિભાશાળી વિદ્યાર્થી પ્રમાણપત્ર અંતર્ગત વર્ષ 2020-21 ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ટંકારા તાલુકાના કુલ 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પ્રતિકરૂપે સન્માન માટે જબલપુર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ફેન્સી અલ્પેશભાઈ પાણનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ તકે આજના દિવસે નિશાંતભાઈ અને વિધિબેન તેમજ તમામ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મળેલ સન્માન બદલ ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ડી.આર.ગરચર સાહેબ, બી.આર.સી.કો-ઓર્ડિનેટર શ્રી કલ્પેશભાઈ ફેફર, ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી છાયાબેન માકાસણા, મહામંત્રીશ્રી વિરમભાઈ દેસાઈ, ઉપપ્રમુખશ્રી કૌશિકભાઈ ઢેઢી, સ્કૂલ ઇન્સપેક્ટર શ્રી કૌશિકભાઈ પટેલ તેમજ તાલુકાના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.