મોરબી પાલિકાની સ્વચ્છતાની ગુલબંગો વચ્ચે શાકમાર્કેટની પાછળ ગારો, કિચડ અને ગંદકીથી વેપારીઓ-સ્થાનિકો ત્રાહિમામ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1630848382.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબી પાલિકાની સ્વચ્છતાની ગુલબંગો વચ્ચે શાકમાર્કેટની પાછળ ગારો, કિચડ અને ગંદકીથી વેપારીઓ-સ્થાનિકો ત્રાહિમામ
મોરબી શહેરમાં થોડા દિવસો પહેલા પડેલા નજીવા વરસાદમાં શાકમાર્કેટની પાછળના ભાગમાં ગંદકીના થર જામી ગયા છે જેથી કરીને વેપારીઓને તેના આરોગ્યના જોખમે વેપાર ધંધો કરવા માટે તેની દુકાનો ખોલવી પડી રહી છે તેવી જ રીતે શહેરના જુદાજુદા વિસ્તારમાથી લોકો ત્યાં શાકની ખરીદી કરવાં માટે આવે છે તેના આરોગ્યાને પણ નુકશાન થાય તેવી પરિસ્થિતી છે અને ન માત્ર ચોમાસામાં પરંતુ આ વિસ્તારમાં ચોમાસા સિવાયના દિવસોમાં પણ ગટરની ગંદકી જોવા મળે છે જેને દુર કરવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા વારંવાર પાલિકામાં રજુઆતો કરવામાં આવે છે તો પણ પાલિકા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ અસરકારક કામગીરી આજદિન સુધી કરવામાં આવી નથી જેના કારણે ગંદકીની કાયમી પીડા વચ્ચે જ વેપારીઓને વેપાર કરવો પડે છે..!
મોરબી શહેરના વેપારીઓ પાલિકા પાસે પ્રાથમિક સુવિધાની અપેક્ષા છે જો કે, તે પૂરી પાડવામાં પાલિકા તંત્ર વર્ષોથી વામણું પુરવાર થઇ રહ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે, મોરબીના જુદાજુદા વિસ્તારોમાં વર્ષોથી જે પાયાના પ્રશ્નો છે તે આજની તારીખે પણ યથાવત જ છે..! આજ દિન સુધીના ચીફ ઓફીસરો કે પાલીકા પ્રમુખો તેનો કાયમી ઉકેલ લાવી શકયા નથી તે હકીકત છે. કોઇપણ શહેરમાં લોકોને પાલિકા પાસે લાઈટ, પાણી, રોડ-રસ્તા, સફાઈ અને ગટર અને બાગ બગીચા સહિતની પ્રાથમિક સુવિધાઓની જ અપેક્ષા હોય છે.તેવી જ રીતે મોરબીના લોકોને આ અપેક્ષા છે પરંતુ પાલિકના સ્ટાફની બેદરકારી અને અધિકારી તેમજ પદાધિકારીઓમાં દીર્ઘદ્રષ્ટિતાનો અભાવ હોવાથી પ્રશ્નો ઉકેલવામાં આવતા જ નથી અને લોકોને મળવી જોઈએ તે સુવીધાઓ મળતી નથી જેના કારણે સરકાર દ્વારા અપાતી કરોડોની ગ્રાન્ટના બીલો ચૂકવાયા બાદ પણ લોકોને હાલાકીનો જ સામનો કરવો પડે છે..!
મોરબીમાં આવેલી શાકમાર્કેટની પાછળના ભાગમાં લોહાણાપરા વિસ્તાર અને તેની આજુબાજુમાં આવેલ માર્કેટની કે જ્યાં ધંધો કરતા વેપારીઓએ ઉભરાતી ગટરની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પાલિકામાં એક નહિ પરંતુ અનેક વખત રજુઆતો કરી છે તો પણ પાલિકા દ્વારા આજ દિન સુધીમાં આ કાયમી પીડાનો નિકાલ કરવામાં આવ્યો નથી થોડા દિવસો પહેલા નજીવો વરસાદ થયો હતો ત્યારે માર્કેટ અને તેની આસપાસમાં વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને વેપારીઓને હેરાન થવું પડ્યું હતું.તો મેઇન શાકમાર્કેટમાં પણ ચાલી ન શકે તેવી ગંદકી જોવા મડી રહી છે.ગંદકીને લીધે મહિલાઓએ કપડાં ઊચા કરી ક્ષોભજનક પરિસ્થિતીમાં ના છૂટકે શાક લેવા જવું પડે છે.(એ ગ્રેડની પાલિકાની આ હાલત..!)
મોરબી પાલિકામાં પુરતો ટેક્ષ ભરવા છતા પણ વેપારીઓને સારી સુવિધા આપવામાં આવી રહી નથી જેના કારણે વેપારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલમાં ચોમાસું ચાલુ છે અને અગાઉ એક વરસાદ પડી ગયો છે ત્યારે નજીવો વરસાદ હતો તો પણ માર્કેટની પાછળના ભાગમાં આવેલ વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળે છે અને ગારો, કીચડ તેમજ ગંદકીનું સામ્રાજ્ય ઉભું થઇ ગયું છે જેથી કરીને વેપારીઓને વેપાર ધંધામાં ઘણું નુકશાન થઇ રહ્યું છે તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા ગંદકી દુર કરવામાં આવી રહ્યું નથી જેથી વેપારીઓ અને નગરજનોમાં ભારોભાર રોષની લાગણી ફેલાઈ છે.
વધુમાં આ વિસ્તારની અંદર દુકાન ધરાવતા વેપારીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે માર્કેટની પાછળના ભાગમાં ગંદકીનું સામ્રાજ્ય થઈ જાય છે ત્યાર બાદ પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ગંદકીને દૂર કરવા માટે આવતું નથી જેથી કરીને વેપારીઓ દ્વારા પોતાના ખર્ચે ગંદકીને સાફ કરવા માટે થઈને માણસો બોલાવીને કામ કરવું પડતું હોય છે છેલ્લા દિવસોથી માર્કેટની પાછળના ભાગમાં બેસુમાર ગંદકી થઇ ગઈ હતી જેથી કરીને પાલિકામાં જાણ કરવામાં આવી હતી છતાં કોઈ આવ્યું ન હતું જેથી વેપારીઓને હેરાન થવું પડે છે ત્યારે પાલિકામાં ટેક્ષ ભરવા છતાં પણ પાલિકા દ્વારા સફાઈ કેમ કરવામાં આવતી નથી..? તે બાબતની કરોડોની ગ્રાન્ટ ફડવતા મુનિસિપલ્ટી ફાઇનન્સ બોર્ડના જવાબદાર અધિકારી-પદાધિકારીઓએ તપાસ કરવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી પ્રબુદ્ધ નાગરિકો માંગ કરી રહ્યા છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)