મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી ક્રિકેટ એસો.ની અન્ડર-૧૪ ટીમનો જામનગર રૂલર સામે ૯ વિકેટથી વિજય 


SHARE





મોરબી ક્રિકેટ એસો.ની અન્ડર-૧૪ ટીમનો જામનગર રૂલર સામે ૯ વિકેટથી વિજય 

મોરબીની ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અન્ડર-૧૪ ટીમની જામનગર રૂલરની ક્રિકેટ ટીમ સામે ૯  વિકેટથી વિજય થયેલ છે આ તકે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાએ સર્વે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે આ મેચની માહિતી આપતા જણાવ્યુ છે કે, ટોસ જીતીને જામનગર રૂલરની ટીમ માત્ર ૮૬ રન કર્યા હતા અને ટીમ ઓલ આઉટ થઈ હતી. ત્યાર બાદ મોરબી તરફથી દેવ દેથરીયા ૬ વિકેટ, જેનીશ અંબાણીએ ૨ વિકેટ અને મોરબી ડિસ્ટ્રીકના કેપ્ટન રાધે ભીમાણીએ ૧ વિકેટ લીધેલ હતી અને ૪૯ રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યા હતા. મોરબી ડિસ્ટ્રિક્ટની ટીમની જીત તેના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને કારણે થઈ છે. આ મેચમાં મોરબીની ટીમે માત્ર એક વિકેટ ગુમાવીને ૧૬ ઓવરમાં જ ૮૭ રન ચેઝ કરીને ટીમને વિજેતા બનાવી હતી. જેમાં રાધે ભીમાણીએ ૪૯ રન કરીને નોટ આઉટ રહ્યા હતા જ્યારે ધ્યેય ગઢીયાએ ૨૦ રન કર્યા હતા અને ટીમને વિજેતા બનાવી હતી જેથી કરીને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ તમામ ખેલાડીઓ તેમજ હેડ કોચ નિશાંત જાનીને અભિનંદન આપ્યા છે




Latest News