મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધા માટે વ્યાજે રૂપિયા લેનારા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ


SHARE





મોરબીમાં ધંધા માટે વ્યાજે રૂપિયા લેનારા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણ વ્યાજખોરની ધરપકડ

મોરબીના નીતિન પાર્કમાં રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને પોતાના ચાની ભૂકીના ધંધા માટે થઈને વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજખોરોને વ્યાજની રકમ મોટાભાગની ચૂકવાઇ ગઇ હોવા છતાં પણ વ્યાજનું વ્યાજ ગણીને તેની પાસેથી વ્યાજ અને મુડીની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી જેથી યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ રુદ્રપ્રયાગ એપાર્ટમેન્ટના બ્લોક નં-૬૦૩ માં રહેતા મિલનભાઈ જયંતીભાઈ અગોલા જાતે પટેલ (૩૦) ચાની ભૂકીનો વેપાર કરતા હોય ધંધા માટે રૂપિયાની જરૂરિયાત હતી જેથી તેને જુદાજુદા ત્રણ વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેની સામે મોટાભાગની રકમ આપી દેવામાં આવી હતી તો પણ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી જેથી કરીએ આ યુવાને પ્રવીણભાઈ, દેવશીભાઈ ખાનપર વાળા અને સુરેશભાઈ ખાખરાળા વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, ત્રણેય શખ્સો અવારનવાર તેના ઘરે આવીને તેને તેમજ તેના પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપીને રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપતા હતા અને ફોન ઉપર પણ ધમકીઓ આપતા હતા જેથી યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે પ્રવીણભાઈ નવઘણભાઈ ગરચર (૨૯) અને મનીષ ઉર્ફે દેવશીભાઈ જીવણભાઈ રગિયા (૨૯) રહે. બંને ખાનપર મોરબી તેમજ જગદીશભાઇ લક્ષ્મણભાઈ સાવસેટા (૩૮) રહે. ખાખરાળા મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News