મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓને કલેક્ટરના હસ્તે શિલ્ડ-પ્રમાણ પત્ર અર્પણ કરાયા


SHARE





મોરબી જિલ્લાના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની બાળાઓને કલેક્ટરના હસ્તે શિલ્ડ-પ્રમાણ પત્ર અર્પણ કરાયા

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય મોરબીની બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ મેળવેલી બાળાઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી કલેક્ટરએ સન્માન કર્યુ હતુ.

ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિધાલય મોરબીની બાળાઓને બ્યુટી પાર્લરની વોકેશનલ તાલીમ માનવસેવા એજ પ્રભુ સેવા સંસ્થાન-મોરબીના સહયોગથી આપવામાં આવી હતી. આ વોકેશનલ તાલીમની  પૂર્ણાહુતિ સ્વરૂપે જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે બાળાઓને પ્રમાણપત્ર તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળાઓને જિલ્લા સેવા સદનની વિવિધ કચેરીઓની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. કલેક્ટરએ બાળાઓ સાથે આત્મિયતા સાથે સંવાદ કરી બાળાઓ સાથે  જમવા-રહેવાની વ્યવ્સ્થા વગેરે બાબતોની ચર્ચા કરી હતી. આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડૉ.વિપુલ શેરશીયા, સંસ્થાકીય સંભાળ અધિકારી રીતેશભાઈ ગુપ્તા, ચિલ્ડ્રન હોમના અધિક્ષક નિરાલીબેન જાવિયા તેમજ સમગ્ર જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો




Latest News