મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ ખાતે કરાશે


SHARE





મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ ખાતે કરાશે

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી જુદાજુદા તાલુકામાં કરવામાં કરવામાં આવે છે તેવી જ રીતે આગામી પ્રજાસતાક પર્વની ઉજવણી હળવદ તાલુકામાં કરવામાં આવશે તેના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માર્કેટિંગ યાર્ડ-હળવદ ખાતે થનાર છે, જેના પૂર્વાયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અન્વયે કલેક્ટરએ માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને શુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણે અને સ્વચ્છતા તેમજ મહાનુભાવ માટે સ્પીચના મુદ્દા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પીજીવીસીએલ, વાસ્મો, આત્મા અને પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર, વન વિભાગ તેમજ વિવિધ વિભાગના ટેબ્લો આકર્ષણ જમાવશે. આ ઉપરાંત પોલીસ, એનસીસી, એનએસએસ, ફાયર તેમજ ફોરેસ્ટના જવાનો પરેડ યોજશે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય સહિત સંબંધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News