મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગ સાહસિકોની રાજકોટના પ્રોપર્ટી એક્સ્પોમાં સફળતાની ગર્જના


SHARE





મોરબીના ઉદ્યોગ સાહસિકોની રાજકોટના પ્રોપર્ટી એક્સ્પોમાં સફળતાની ગર્જના

રાજકોટમાં ચાલી રહેલ પ્રોપર્ટી એક્સ્પો કે જેમાં ૩૦૦ થી વધારે સ્ટોલ્સ છે જેની ૪.૫ લાખથી વધારે વિઝીટરોએ મુલાકાત લીધેલ છે.તેમાં મોરબીના બે ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ્સને બેસ્ટ સ્ટોલ ડિઝાઈન એક્સિલેન્સ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે જેથી બંને યુવાનોએ મોરબીનું નામ રોશન કર્યું છે. 

જેમાં ફ્લોરમોન્ક (ટાઇલ્સવાલે ગ્રુપ) અને સફલ આર્ટ ગેલેરીને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન માટેના એવોર્ડ્સ મળેલ છે.વધુમાં જાણવા મળેલી વિગત મુજબ, ફ્લોરમોન્ક (ટાઇલ્સવાલે ગ્રુપ) કે જે પ્રીમિયમ એસરીસી ફ્લોરિંગના ઉત્પાદક છે.જે વુડન ફલોરિંગનું રિપ્લેસમેન્ટ છે.વધતી જતી ડિમાન્ડને અનુલક્ષીને ફ્લોરમોન્કે એક વર્ષથી પણ ઓછા સમયગાળામાં સફળતાપૂર્વક ૧૫૦ થી પણ વધારે પ્રોજેક્ટ્સ પુરા કર્યા છે.જયારે બીજી બાજુ સફલ આર્ટ ગેલેરી મોરબીની ખૂબ જ નામચિન્હ આર્ટ ગેલેરી છે.જે પેઈન્ટીંગ, શૉ-પીશ, વોલ ક્લોક તેમજ વોલ આર્ટનું ક્રિએટિવ કલેક્શન ધરાવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીના ઉદ્યોગ સાહસિકો આંતરરાષ્ટ્રીય લેવલે નોંધપાત્ર પ્રગતિ કરીને મોરબીનું નામ રોશન કરી રહ્યા છે.




Latest News