અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી : માળીયા (મી) નજીક રામદેવ હોટલના ગ્રાઉન્ડમાંથી ૬૯૬૦ બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક પડકાયો: ૪૩.૧૭ લાખનો મુદામાલ કબજે કરતી એલસીબી


SHARE







મોરબી : માળીયા (મી) નજીક રામદેવ હોટલના ગ્રાઉન્ડમાંથી ૬૯૬૦ બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક પડકાયો: ૪૩.૧૭ લાખનો મુદામાલ કબજે કરતી એલસીબી

મોરબી જિલ્લા એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે માળીયા મિયાણા પાસે આવેલ ઓનેસ્ટ હોટલ સામે સુરેશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બાબા રામદેવ ( મુસ્કાન ) હોટલના ગ્રાઉન્ડમાં દારૂને રેડ કરી હતી ત્યારે માટીની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતુ અને પોલીસે ટ્રકમાંથી ૬૯૬૦ બોટલ દારૂ તેમજ ટ્રક અને મોબાઈલ મળીને૪૩.૧૭ લાખના મુદામાલ સાથે હાલમાં ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરેલ છે અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી જીલ્લામાં દારૂના દૂષણને ડામવા માટે મોરબી જિલ્લા એલસીબીની ટીમ કામ કરી રહી છે ત્યારે રાજસ્થાન બાજુથી માટીની આડમાં દારૂની હેરફેરી કરવામાં આવી રહી હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને પોલીસે માળીયા ઓનેસ્ટ હોટલ પાસે વોચ ગોઠવી હતી ત્યારે ઓનેસ્ટ હોટલ સામે સુરેશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બાબા રામદેવ (મુસ્કાન) હોટલના ગ્રાઉન્ડમાં પડેલા ટ્રકને છે કરવામાં આવ્યો હતો જેમાંથી માટીની આડમાં લઈ જવામાં આવી રહેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ટાટા ટ્રક નં આરજે ૧૯ જીબી ૯૪૦૪ રામદેવ (મુસ્કાન) હોટલના ગ્રાઉન્ડમાં હતો ત્યારે તેને ચેક કરવામાં આવતા તે ટ્રકમાંથી ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ૩૧૨૦ બોટલો અને મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની ૩૮૪૦ બોટલો મળી કુલ ૬૯૬૦ બોટલો મળી આવી હતી.

જેથી કરીને પોલીસે ૩૩,૧૨,૦૦૦ ના દારૂના જથ્થા સાથે ડ્રાઈવરનો એક મોબાઇલ જેની કિંમત ૫૦૦૦ અને ૧૦,૦૦,૦૦૦ ની કિંમતનો ટ્રક અને ૧૦ ટન માટી મળીને કુલ ૪૩,૧૭,૦૦૦ ના મુદામાલ સાથે હાલમાં ટ્રકના ડ્રાઈવર પુનમારામ લાલારામ અર્જુનરામ જાખડ જાતે જાટ (૩૫) રહે. સનાવડા  જાખડો કી ઢાણી ફુસાણીયા કા તલ્લા તાલુકો જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે અને ટ્રકમાં દારૂનો જથ્થો ભુરારામ જાટ રહે. જોધપુર (રાજસ્થાન) વાળાએ ભરી આપ્યો હોવાનું સામે આવ્યું છે જેથી કરીને માલ ભરી આપનાર અને માલ મંગાવનાર સહિતના તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણ, પીએસઆઈ એન.એચ, ચુડાસમા અમે એ.ડી. જાડેજા તેમજ એલસીબી અને પેરોલ ફર્લોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News