મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

દારૂનું કેવડું નેટવર્ક : રાજકોટના કુખ્યાત બુટલેગર ફીરોજ મેણુનો ૧૫.૧૯ લાખનો ૩૭૮૦ બોટલ દારૂ મોરબીના બેલા ગામે ગોડાઉનમાંથી ઝડપાયો..!


SHARE











દારૂનું કેવડું નેટવર્ક : રાજકોટના કુખ્યાત બુટલેગર ફીરોજ મેણુનો ૧૫.૧૯ લાખનો ૩૭૮૦ બોટલ દારૂ મોરબીના બેલા ગામે ગોડાઉનમાંથી ઝડપાયો..!

રાજકોટના કુખ્યાત બુટલેગર ફીરોજભાઇ હાસમભાઇ મેણુનો માલ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં આવેલા પવનસુત ઓફસેટના ગોડાઉનમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનમાંથી દારૂની ૩૭૮૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૫૧૯૩૨૦ નો દારૂ અને અન્ય મુદામાલ મળીને ૨૦૧૯૩૨૦ નો મુદામાલ કબજે કરેલ છે અને રાજકોટના કુખ્યાત બુટલેગર સહિત કુલ મળીને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી જીલ્લામાં દારૂના ધાંધર્થિઓ ઉપર જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ધોસ બોલાવવામાં આવી છે અને જુદીજુદી જગ્યાએથી દારૂના જથ્થાને પકડવામાં આવે છે આવી જ રીતે રાજકોટના કુખ્યાત બુટલેગર ફીરોજભાઇ હાસમભાઇ મેણુનો માલ મોરબી તાલુકાનાં જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની સીમમાં ગોડાઉનમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસે પોલીસે આરોપીઓના કબ્જા ભોગવટા વાળા બેલા ગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૨ વાળા ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે આરોપીઓના કબ્જા ભોગવટા વાળા બેલા ગામની સીમમાં આવેલ સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૨ વાળા ગોડાઉનમાં દારૂની રેડ કરવામાં આવી હતી.

ત્યારે આરોપીઓના કબજા વાળા ગોડાઉનમાં વાહનો મારફતે પરપ્રાંત વિદેશી દારૂનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો અને અગાઉથી ભાડે રાખેલ ગોડાઉનમાં તેનો સંગ્રહ કરીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું દરમ્યાન ત્યાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની સીલ પેક કુલ ૩૭૮૦ બોટલો જેની કિંમત ૧૫,૧૯,૩૨૦ અને મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૨૫ યુ ૯૮૨૬ જેની કિંમત ૫,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૨૦,૧૯,૩૨૦ નો મુદામાલ કબજે કરેલ છે જો કે, આરોપીઓ હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફીરોજભાઇ હાસમભાઇ મેણુ જાતે સંધી રહે. જંગલેશ્ર્વર રાજકોટ, ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ અને મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે ૨૫ યુ ૯૮૨૬ ના ચાલક અને ગોડાઉન માલીક સહિતનાઓની સામે આઇપીસી કલમ ૬૫(એ) (ઇ)૧૧૬-(બી)૮૧૮૩૮૬૯૮(૨)મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે અને આ કામગીરી ઇન્ચાર્જ પીઆઇ કે.જે. ચૌહાણ, પીએસઆઈ એન.એચ, ચુડાસમા અમે એ.ડી. જાડેજા તેમજ એલસીબી અને પેરોલ ફર્લોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.






Latest News