મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના વિસીપરામાં છ મહિના પહેલા બનેલ રોડ તૂટી ગયો !


SHARE





મોરબીના વિસીપરામાં છ મહિના પહેલા બનેલ રોડ તૂટી ગયો !

મોરબી શહેરના વિસીપરામાં છ મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો તે હાલમાં તૂટી ગયેલ છે જેથી કરીને તેને રીપેર કરવા માટે આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા લઘુમતી સેલના પ્રમુખ દ્વારા પાલિકાના વહીવટદારને રજૂઆત કરવામાં આવી છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે તો સમય જ બતાવશે

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી લઘુમતી સેલના પ્રમુખ કરીમભાઈ જામે મોરબી પાલિકાના વહીવટદારને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ભાજપની સત્તા છે અને ઝૂલતો પુલ પડ્યા પછી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યાર બાદ વહીવટદારની નિમણુક કરી છે જો કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં છ મહિના પહેલા રોડનું કામ કરવામાં આવ્યું હતું તે રોડ હાલમાં તૂટી ગયેલ છે જેથી રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ૨૫ વર્ષથી મોરબીના વિસીપરા વિસ્તારની સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે અને લોકોને સારી સુવિધા આપવામાં આવી રહી નથી ત્યારે વિસીપરામાં વીસી ફાટકથી વિજયનગર નાકા સુધી વર્ષો પછી રોડ પાસ કરવામાં આવ્યો હતો અને એક મહિના સુધી રોડનું કામ ચાલુ હતું જેથી કરીને લોકોને હેરાન થવું પડ્યું હતું અને માત્ર પંદર દિવસમાં જ તૂટી ગયેલ છે જેથી કરીને ભ્રષ્ટાચાર થયપ હોવાનું લોકો કહી રહ્યા છે ત્યારે ગત મે અને જુન માહિનામાં બનેલ રોડ પાંચ વર્ષની બાહેંધરી વાળો છે તો પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેને રીપેર કરવામાં આવે તેવી માંગ કરી છે જો કે, કામ ક્યારે કરવામાં આવશે તે તો સમય જ બતાવશે




Latest News