મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં લોનની લાલચ આપી મહિલા પાસે ફોન કરાવીને યુવાનને લૂંટવાનો પ્રયાસ: ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીમાં લોનની લાલચ આપી મહિલા પાસે ફોન કરાવીને યુવાનને લૂંટવાનો પ્રયાસ: ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા યુવાનને તમારે કાર ઉપર લોન જોઇતી હોય તો કહો તેમ કહી અવાર-નવાર મહિલાના ફોન આવતા હતા અને ત્યાર બાદ એક શખ્સનો ફોન આવ્યો હતો અને “તુ મારી પત્નિ સાથે ફોન પર કેમ વાતો કરે છે તેવુ કહી ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી” ત્યાર બાદ બે શખ્સો સમાધાન કરાવવા માટે વચ્ચે પડ્યા હતા અને તેને ધમકી આપનારા શખ્સને ૧૦ લાખ રૂપિયા આપેલ છે જે તારે અમોને આપવા પડશે તેવું કહીને તે યુવાનને ધમકીઓ આપવા લાગ્યા હતા જેથી યુવાને મોબાઈલ ફોન બંધ કરી નાખ્યો હતો માટે તે યુવાનના પિતાના ફોનમાં ફોન કરીને સમાધાનમાં વચ્ચે પડેલા બે શખ્સોએ દસ લાખ તમારે આપવા પડશે નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવું ધમકી આપી હતી જેથી કરીને યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા જાતે પટેલ (૨૪) એ શ્યામ રબારી રહે. રાજકોટ (૬૩૫૨૨૭૮૧૨૨), જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા રહે. બંગાવડી (૯૦૮૧૮૩૨૧૩૩) અને રવીભાઇ દીલીપભાઇ ખટાણા રહે. શકત સનાળા (૭૦૬૯૮ ૦૭૬૦૮) વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મોબાઈલ ફોન ઉપર મોબાઇલ નં. ૭૨૨૯૦૭૭૦૭૫ ઉપરથી વોટસઅપ કોલ કરી પ્રિયાબેન રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી બોલુ છુ તમારે કાર ઉપર લોન જોઇતી હોય તો કહો તેમ કહી અવાર-નવાર ફોનમાં વાત કરતાં હતા જેનો ગેરલાભ લઇ આરોપી શ્યામ રબારીએ ફરિયાદી યુવાનને ફોન કરી ધમકાવી જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને તુ મારી પત્નિ સાથે ફોન પર કેમ વાતો કરે છે તેવુ કહી ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ વચ્ચે પડીને શ્યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને તે પેટે અમોએ તેને રૂપીયા દસ લાખ ચુકવી દીધેલ છે જે રૂપીયા તારે ગમે તે ભોગે અમને આપવા પડશે તેવી ફરિયાદી યુવાનને ધમકી આપી હતી જેથી કરીને ફરિયાદી યુવાને પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી કરીને જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ ફરિયાદીના પિતાના મોબાઇલ ફોન પર ફોન કરી તમારા દિકરાનુ સમાધાન કરાવેલ છે તેના રૂપીયા દસ લાખ તમારે આપવા પડશે નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવી ફોન ઉપર અવાર-નવાર બળજબરીથી નાંણા કઢાવી લેવા સારૂ મૃત્યુના ભયમાં મુકવાની ધાક ધમકી આપી હતી અને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૭, ૫૦૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News