મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા-હળવદ હાઇવે ઉપર સુસવાવ પાસે અકસ્માત સર્જીને બે વ્યક્તિના મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો


SHARE





માળીયા-હળવદ હાઇવે ઉપર સુસવાવ પાસે અકસ્માત સર્જીને બે વ્યક્તિના મોત નિપજાવનાર સામે ગુનો નોંધાયો

માળીયા હળવદ હાઇવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક રામદેવ હોટલ સામેથી પસાર થતી રીક્ષા ઉપર કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી મારી ગયું હતું જેથી કરીને રિક્ષામાં બેઠેલ ડ્રાઈવર અને  મુસાફર મહિલા કોલસા અને ટ્રકની નીચે દબાઈ જવાથી તેના મોત નિપજ્યાં હતા જે બનાવવામાં હાલમાં મૃતક યુવાનની પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટ્રેલરના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવી જાણવા મળતી મુજબ માળિયા હળવદ હાઇવે ઉપર આવેલ સુસવાવ ગામના પાટીયા પાસે રામદેવ હોટલ સામેથી મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા અને રીક્ષા ચલાવવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ વીરજીભાઈ સોલંકી (ઉંમર ૪૫) પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૫૯૩૦ લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમાં મુસાફર તરીકે ક્રિષ્નાબેન મહાદેવભાઇ મેઈતી (ઉંમર ૩૭) મૂળ રહે પશ્ચિમ બંગાળ વાળા બેઠા હતા ત્યારે આ રીક્ષા ઉપર ટ્રક ટ્રેલર નંબર જીજે ૧૨ બિઝેડ ૧૯૨૯ ના ચાલકનું કોલસો ભરેલ ટ્રક ટેલર પલટી મારી ગયું હતું જેથી કરીને રીક્ષા ચાલક તથા તેમાં બેઠેલ મુસાફર બંને કોલસા તેમજ ટ્રકની નીચે દબાઈ ગયા હતા જેથી કરીને તે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મુકેશભાઈના પત્ની મધુબેન મુકેશભાઈ સોલંકી (૩૬) રહે ચકમપર ગામ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

પાંચ બોટલ દારૂ

મોરબી તાલુકાના રંગપર ગામની પાછળ મહાકાળી મંદિર પાસે આવેલ શેરીમાંથી પસાર થઇ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હોય પોલીસે ૧૮૭૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અનિલ કરમશીભાઈ પાટડીયા જાતે કોળી (૧૯) રહે. હાલ પીપળી શાંતિનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો હતી ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે




Latest News