મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક પકડાયો: ત્રણ બાઇક કબજે કર્યા


SHARE







મોરબીના ઘૂટું રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક પકડાયો: ત્રણ બાઇક કબજે કર્યા

મોરબીના ઘૂટું રોડ ઉપર સીટી બી ડીવીજન પોલીસની ટીમ વાહન ચેક કરી રહી હતી ત્યારે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ત્યાંથી બાઇક લઈને નીકળ્યો હતો જેને રોકીને પૂછપરછ કરી હતી ત્યારે તેની પાસેથી ત્રણ ચોરાઉ બાઇક મળી આવ્યા છે જેથી કરીને પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીજનની ટીમનો સ્ટાફ પ્રદીપસિંહ ઝાલા, કલ્પેશભાઇ અમરશીભાઇ, રમેશભાઇ રાયધનભાઇ, ચંદ્રસિંહ પઢિયાર, શક્તિસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઇ રાંકજા જુના ઘુંટુ રોડ ઉપર વોચમાં હતા ત્યારે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં એક બાઇક ચાલક નીકળ્યો હતો ત્યારે તેને રોકીને બાઈકના કાગળો માંગ્યા હતા ત્યારે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોલીસે પોકેટકોપ એપલોકેશનથી બાઈકની ડિટેલ ચેક કરી હતી ત્યારે તે બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ શખ્સની વધુ પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી વધુ બે ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આરોપી ગજુંભાઈ જાલમભાઈ દેવરા (૨૨) રહે. મૂળ એમપી હાલમાં શ્યામ હોટલ પાછળ લાલપર વાળાની ધરપકડ કરેલ છે 






Latest News