મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન


SHARE





મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૨૬ ના રોજ મોરબીના ચાંચાપર ગામે એક જ માંડવા નીચે ૫૬ નવ યુગલો સંતો-મહંતો અને સમાજના આગેવાનોના આશીર્વાદ સાથે પ્રભુતામાં ડગલાં માંડશે.

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા રજત જયંતિ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ વખતે સમાજની ૫૬ દીકરીઓના સમાજના આગેવાનો તેમજ સંતો મહંતોની હાજરીમાં સમૂહલગ્ન યોજાશે. ત્યારે ૨૪ તારીખે બપોરે ૩.૧૫ કલાકે મંડપ મહુર્ત, તા.૨૫ ના રોજ સવારે ૬ કલાકે જાન આગમન, ૬:૩૦ કલાકે સામૈયા, ૭:૦૦ કલાકે હસ્ત મેળાપ, ૧૦:૦૦ કલાકે આશીર્વચન યોજાશે આ તકે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખ બાબુભાઇ પટેલ, બગથળા નકલંક મંદિરના મહંત દામજીભગત, જેરામભાઈ વાંસજાળિયા, ગોવિંદભાઇ ધોળકિયા, આર.પી.પટેલ, મથુરભાઇ સવાણી, ગોવિંદભાઇ વરમોરા, પ્રવીણભાઈ ભાલોડીયા, વાલજીભાઇ ફળદુ, મોહનભાઇ કુંડારિયા, જયંતિભાઈ કવાડીયા, હંસરાજભાઇ ધોળુ, બાબુભાઇ ઘોડાસરા અને જયસુખભાઇ પટેલ સહિતના આગેવાનો હાજર રહેશે અને નવ દંપતીઓને આશીર્વાદ આપશે અને આ દીકરીઓને દાતાઓના સહયોગથી આયોજકો તરફથી સોનાથી લઈને સોય સુધી કુલ મળીને ૬૮ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે તેવું  મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનસુખભાઇ કૈલા તેમજ જયંતિભઈ વિડજાએ માહિતી આપતા જણાવ્યુ છે.

સરદાર લેઉઆ પાટીદાર સમાજ

ટંકારા શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ યુવા સમિતિ અને મહિલા સમિતિ દ્વારા તા ૨૬ ને ગુરૂવારબ રોજ વસંતપંચમીનાં દિવસે એક જ માંડવે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને ચતુર્થ સમૂહ લગ્નમાં ૧૯ યુગલ સમાજના આગેવાનોની હાજરીમાં સંતો મહંતોના આશીર્વાદ સાથે પ્રભુતામાં પગલાં માંડશે આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, માજી મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનો અને સંતો મહંતો હાજર રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યકર્તા બેચરભાઈ ઢેઢી, યુવા કમિટી પ્રમુખ અજય સંઘાણી, ઉપપ્રમુખ વિમલ ભાગિયા, મંત્રી અલ્પેશ મુંજાત, હસમુખ દુબરીયા, મુકેશ દુબરિયા, દિવ્યેશ નમેરા, ફાલ્ગુન સંઘાણી, નિલેશ પટ્ટણી, નિરવ ભાગીયા તેમજ મહિલા સમિતિ અને આગેવાનો સહિતનાઑ જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News