હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રાતાવિરડા પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર રાતાવિરડા પાસે ટ્રક કન્ટેનરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ઉકરડા દહીસરડા ગામે ધીરુભાઈ ટપુભાઈ પટેલની વાડીએ રહીને મજૂરી કામ કરતા ગરમસિંહ વિંછીયાભાઈ નળવાયા (ઉંમર ૫૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નં. જીજે ૧૨ બીપી ૯૨૯૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના માંડલ ગામ પાસે આવેલ આઈબીચ સિરામિક કારખાનામાં રહીને મજૂરી કામ કરતો ફરિયાદીનો દીકરો મહેશભાઈ ગરમસિંહ નળવાયા (ઉંમર ૨૯) બાઈક નં. જીજે ૩ બીઇ ૭૮૦૨ લઈને સરતાનપર રોડ ઉપર રાતાવિરડા પાસે આવેલ સીરામીક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આરોપી ટ્રક કન્ટેનરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને મહેશને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા
મોરબીના મોડપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવવામાં કાજલબેન અક્ષયભાઈ (ઉંમર ૨૮), નયનાબેન ગભાભાઇ દેલવાડીયા (ઉંમર ૩૭) અને ગભાભાઈ તેજાભાઈ દેલવાડીયા (ઉંમર ૪૦) ને ઇજાઓ થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના નાનીવાવડી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નાનીવાવડી ગામે રહેતા પુંજાભાઈ મોતીભાઈ મકવાણા (૫૫)ને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા આવી જ રીતે મારામારીનો બનાવ મકાનસર ગામે બન્યો હતો જેમાં ભરતભાઈ રમેશભાઈ દેગામા (ઉંમર ૨૦) અને જયશ્રીબેન રમેશભાઈ દેગામા (ઉમર ૨૧) ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News