મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક નદી કાંઠે દારૂની રેડ: ૨૧૫૦ લિટર આથો, ૧૬૦ લિટર દારૂ સાથે એક પકડાયો


SHARE





માળીયા (મી) નજીક નદી કાંઠે દારૂની રેડ: ૨૧૫૦ લિટર આથો, ૧૬૦ લિટર દારૂ સાથે એક પકડાયો

માળીયા મીયાણા તાલુકાના માળીયાથી ફતેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર કોઈબા વાઢ વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ ગ\હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૧૫૦ લિટર દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો તેમજ ૧૬૦ લિટર તૈયાર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સાધન સામગ્રી અને મુદ્દામાલને કબજે કરીને હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી સીપીઆઈ કચેરીના સ્ટાફને મળેલ બાતમી આધારે માળિયા મીયાણા તાલુકામાં માળીયાથી ફતેપર તરફ જવાના રસ્તે કોઇબા વાંઢ વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૧૫૦ લિટર આથો તેમજ ૧૫૦ લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને ૭૫૦૦ ની કિંમતનો માલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી મુસ્તાક અકબરભાઈ જામ જાતે મિયાણા (ઉંમર ૩૫) રહે. જામની ડેલી પાસે માળિયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડીથી માટેલ બાજુ જવાના રસ્તા ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં શૈલેષ રામસિંગ દેવળ (ઉંમર ૨૮) રહે. ભીલવાસ ગોધરા વાળાને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવેલ છે અને અહીંથી હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને અકસ્માતના બનાવવાની જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી સ્થાનિક પોલીસ સ્ટેશનને બનાવવાની જાણ કરવા માટે કવાયત કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા
મોરબીની અવની ચોકડી પાસે કેનાલ રોડ ઉપર રહેતા સોહમસિંગ સેદૂસિંગ રાજપૂત (ઉંમર ૨૫)  નામના યુવાને મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News