મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધ પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા વધુ એક શખ્સની ધરપકડ


SHARE





મોરબીમાં વૃદ્ધ પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા વધુ એક શખ્સની ધરપકડ

મોરબીના બીલીયા ગામે રહેતા વૃદ્ધે પાંચ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચાર આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં વધુ એક આરોપીને આ ગુનામાં પકડવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બીલીયા ગામે રહેતા જસમતભાઈ છગનભાઈ સાણંદિયા જાતે પટેલ (૬૫) એ પ્રદ્યુમનસિંહ દરબાર, વિજયભાઈ ધનાભાઈ રાઠોડ, મનીષ વાણંદ, ધરમપુર, રણુભાઈ પટેલ અને અલ્પેશભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તથા તેના દીકરા લલિતભાઈની પત્ની બીમાર હતી જે માટે થઈને તેઓએ સારવાર માટે અલગ અલગ સમયે આરોપીઓ પાસેથી અલગ અલગ રકમ ઊંચા વ્યાજે લીધી હતી અને ૫.૮૦ લાખ રૂપિયા લીધા હતા જેની સામે આરોપીઓએ ફરિયાદી તથા સાહેદએ પોતાની મિલકત વેચીને અત્યાર સુધીમાં ૧૧.૩૦ લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ આરોપીઓ દ્વારા તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને બળજબરીથી રૂપિયા કઢાવવા માટે થઈને નોટિસ મોકલી કોર્ટમાં ફરિયાદી તથા સાહેદોએ આપેલ કોરા ચેક બાબતે કેસ કરવાની ધમકી આપેલ હતી જેથી કરીને વૃદ્ધએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અગાઉ ચાર આરોપીઓને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીને પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ જાડેજા દરબાર (૪૯) રહે. મોટી વાવડી વાળાની ધરપકડ કરેલ છે

ઉપરથી નીચે પડી જતાં ઇજા

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ પ્રોટોન ગ્રેનેટો નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કવિતાબેન મુરલીયાભાઈ (ઉંમર ૨૦) નામની મહિલા ત્રીજા માળેથી નીચે પડી હતી જેથી કરીને તેને ઇજા થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે




Latest News