મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

માળીયા મીયાણામાં વાડિયામાં વાગડીયા ઝાપા પાસે વરલી જુગારના આંકડા લેતા ૬ ઝડપાયા


SHARE





માળીયા મીયાણામાં વાડિયામાં વાગડીયા ઝાપા પાસે વરલી જુગારના આંકડા લેતા ૬ ઝડપાયા

માળીયા મીયાણામાં વાડિયામાં વાગડીયા ઝાપા પાસે પોલીસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં વરલી જુગારના આંકડા લેતા ૬ શખ્સોને પકડી લીધા હતા અને એક શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે હાલમાં પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે ૧૪૦૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણામાં વાગડિયા ઝાપા પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા કાસમભાઇ હુસેનભાઇ સંધવાણી જાતે મિયાણા, મુસ્તાકભાઈ સુભાનભાઇ જેડા જાતે મિયાણા, હિતેશભાઈ નારણભાઈ ચાવડા જાતે રજપૂત, વલીમામદ કરીમભાઈ જેડા જાતે મિયાણા, કાળુભાઈ મનજીભાઈ મકવાણા જાતે કોળી, બળદેવભાઈ બીપીનભાઈ વાણીયા જાતે વાલ્મિકીને પોલીસે વરલી જુગારના આંકડા લેતા રોકડા રૂપિયા તેમજ મોબાઇલ ફોન મળીને ૧૪૦૨૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે અને તેની પાસેથી હુસેનભાઈ કાસમભાઈ સંધવાણી રહે, જુના રેલવે સ્ટેશન પાસે માળિયા વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

 

બે બોટલ દારૂ

મોરબીના જુના રોડ ઉપર સિમ્બોલો સિરામિક કારખાના સામેથી પસાર થઈ રહેલા શખને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને આણંદભાઈ તેજમલભાઈ રહોરીયા જાતે પ્રજાપતિ (૪૩) રહે. અંબિકા સોસાયટી શેરી નં-૪ ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News