મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના ઘોડાધ્રોઈ ડેમની કલેક્ટરે મુલાકાત લીધી મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં
Breaking news
Morbi Today

મોરબી શહેર-ટંકારામાંથી ૧૦.૬૦ લાખની વીજચોરી પકડાઈ


SHARE







મોરબી શહેર-ટંકારામાંથી ૧૦.૬૦ લાખની વીજચોરી પકડાઈ

મોરબી જિલ્લામાં વીજચોરીને રોકવા માટે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી શહેર અને ટંકારામાં અધિકારીઓએ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતુ જેમાં કુલ મળીને ૪૪ કનેક્શનમાં ગેરરીતિ સામે આવી છે જેથી કરીને પીજીવીસીએલ દ્વારા ૧૦.૬૦ લાખના બિલ આપવામાં આવેલ છે

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સતત વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી-૧ તથા મોરબી-૨ વિભાગીય કચેરી હેઠળની ટંકારા, પીપળીયા તેમજ મોરબી શહેર-ર કચેરીના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ચુસ્ત બંદોબસ્ત અધિકારીઓની સાથે રાખવામા આવ્યો હતો અને કુલ ૨૬ ટીમો દ્વારા વીજચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે રહેણાંક, વાણિજ્યક, ખેતીવાડી વગેરે મળીને ૪૪૧ વીજ કનેક્શનને ચેક કરવામાં આવ્યા હતા જેમાં ૪૪ વીજ કનેક્શનમાં ચોરી સામે આવી હતી જેથી કરીને ૧૦.૬૦ લાખના બિલ આપવામાં આવેલ છે

વધુમાં અધિકારી જણાવ્યુ છે કે, છેલ્લા નવ માહિનામાં ૪૮૪૩૮ વીજજોડાણોને ચેક કરવામાં આવેલ છે તેમાથી ૩૮૬૧ વીજજોડાણોમાં ગેરરીતિ સામે આવી હતી જેથી કરીને ૯૧૮.૦૪ લાખની દંડનીય કાર્યવાહી કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી અધિકારીઓએ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. અને આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ જ રાખવામા આવશે 






Latest News