મોરબી સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓની રાજ્યકક્ષાએ કરાઇ પસંદગી
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરના વિધાર્થીઓની રાજ્યકક્ષાએ કરાઇ પસંદગી
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ દ્વારા મધ્યઝોન પ્રદેશ કક્ષાએ ખૂબ જ સારું પ્રદર્શન બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં કરવામાં આવ્યું હતું જેથી કરીને આ શાળાના ચાર વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવી છે.
મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા આયોજિત મધ્યઝોન પ્રદેશ કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન પહેલા મોરબી જિલ્લા કરવામાં આવ્યું હતું તેમાં સાર્થક વિધા મંદિરના ચાર વિધાર્થીઓ ઝોન કક્ષાએ વિજેતા બન્યા છે જેથી કરીને તેની રાજ્યકક્ષા માટે પસંદગી કરવામાં આવેલ છે જેમાં ‘અ’ વિભાગમાં વકતૃત્વ સ્પર્ધામાં ધો.૫ ની વિધાર્થીની પીપળીયા એંજલ જે. દ્વિતીય ક્રમે, “બ” વિભાગ વક્તૃત્વ સ્પર્ધામાં ધો. ૭ ની વિધાર્થીની પીપળીયા પલક જે. પ્રથમ ક્રમે, “બ” વિભાગ લોકવાદ્ય સંગીત ધો. ૭ નો વિધાર્થી રાણપરા હરીશ આર. પ્રથમ ક્રમે અને ખુલ્લો વિભાગ લોકવાર્તા ધો. ૬ નો વિધાર્થી ગઢવી આદિત્ય ડી. પ્રથમ ક્રમે વિજેતા બનેલ છે જેથી કરીને શાળાના સંચાલક કિશોરભાઈ શુકલે તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે