મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી 136 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો: 13.62 લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબી જિલ્લામાંથી 136 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો: 13.62 લાખનો મુદામાલ કબજે

મોરબી જિલ્લામાં દારૂ, ગાંજો, અફીણ વગેરે નશીલા પદાર્થનું વેચાણ થાય છે તેની સાથોસાથ એમડી ડ્રગ્સનું પણ વેચાણ કરવામાં આવતું હોય તેવું અગાઉ પણ સામે આવ્યું છે અને હાલમાં મોરબી જિલ્લા મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે ફેક્ટરીમાં ઓરડી ભાડે રાખીને રહેતા રાજસ્થાની શખ્સ પાસેથી ૧૩૬ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જેથી કરીને પોલીસે હાલમાં ૧૩.૬૨ લાખની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાની ધરપકડ કરી છે અને આ જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને અહીંયા કોને આપવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી જિલ્લાના અમુક શખ્સો અગાઉ અન્ય જિલ્લામાં ડ્રગ્સ સાથે ઝડપાયા હતા અને જે તે સમયે મોરબી જિલ્લાનું કનેક્શન પણ એમ ડ્રગ્સ સાથે જોડાતું હતું અને અત્યાર સુધી મોરબી જિલ્લામાં દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો, અફીણ સહિતના નસીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવતું હતું તેની સાથો સાથ હવે મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર એમ.ડી, ડ્રગ્સનું પણ વેચાણ કરવામાં આવતું હોય તેવું જોવા મળી રહ્યું છે દરમિયાન મોરબી જિલ્લા એલસીબીની ટીમના પી.આઈ દીપક ઢોલના માર્ગદર્શન હેઠળ હાલમાં એલસીબીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામ પાસે આવેલ ફેક્ટરીમાં રૂમ ભાડે રાખીને કેમિકલનો ધંધો કરતા શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે.

જેથી કરીને એલસીબીની ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે આવેલ ફેક્ટરીની ઓરડીમાં રૂમ ભાડે રાખનાર શખ્સને ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ૧૩૬ ગામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે હાલમાં ૧૩.૬૨ લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઓમ પ્રકાશ જાટ (૩૦) નામના શખ્સની ધરપકડ કરેલ છે અને આ શખ્સની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે, હાલમાં તેની પાસેથી મળી આવેલ એમડી ડ્રગ્સનો જથ્થો તે રાજસ્થાનના બાડમેરથી લઈને આવેલ છે અને આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની તજવીજ હાથમાં કરવામાં આવી છે આ શખ્સ ખરેખર કોની પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને મોરબી જિલ્લામાં કોને આપવાનો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News