હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ


SHARE







મોરબીમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લાકક્ષાની કુકિંગ કોમ્પિટિશન યોજાઈ

મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં બાજરાનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે બાજરાનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ બાજરાનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી, મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ. પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશમાં મોરબીમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર મિત્તલબેન રાધુરા, માળીયામાંથી મેર સારબાઈ હાસમ ભાઈ અને રજીયાબેન હનીફભાઈ જેડા ટંકારા તાલુકામાંથી પી.ટી.ભગદે, અને એમ.એ.પરમાર, વાંકાનેર તાલુકામાંથી રમીલાબેન ગોસ્વામી અને મયુરીબેન આચાર્ય, હળવદમાંથી હેતલબેન વૈષ્ણવ અને ધર્મિષ્ઠાબેન વૈષ્ણવ વગેરે પ્રથમ અને દ્વિતિય નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા,  વઘારેલો રોટલો, ઢોકળા, મસાલા રોટલો વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું

આ તકે કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા પ્રથમ નંબર મિત્તલબેન રાધુરા લૂંટાવદર શાળાને 10000/- રૂપિયા, મેર સારબાઈ હસમભાઈ દ્વીતીય નંબરને 5000/- રૂપિયા અને તૃતીય નંબર પી.ટી.ભગદેવને 3000/- રૂપિયાના ચેકથી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા સ્પર્ધામાં ડી.સી.પરમારની ઉપસ્થિતમાં મયુરીબેન ઉપાધ્યાય સીડીપીઓ, પાયલબેન ડાંગર,યોગેશભાઈ ડાભી,વિદ્યાર્થીના વાલી,શૈલેષભાઈ  કાલરીયા સી.આર.સી. કો.ઓ.  કો.ઓર્ડીનેટર કાળુભાઈ વી.પરમાર અધ્યક્ષ એસ.એમ.સી.  વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા, મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ ધ્વનિબેન તેમજ જયેશભાઈ જાની તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા,બળવંતભાઈ સનારીયા, ચંદુભાઈ વ્યાસ મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના કાર્યકર્તા વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.






Latest News