મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર પાસે ડિવાઇડર સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત


SHARE





હળવદના શક્તિનગર પાસે ડિવાઇડર સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત

હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ શક્તિનગર પાસે મુરલીધર હોટલ નજીક ડિવાઇડર સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને બાઈકમાં બેઠેલ યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરડા ગામના રહેવાસી અને હાલમાં હળવદ નજીક આવેલ જયંતિભાઈ કાનાભાઈ દલવાડીની વાડીએ રહીને મજૂરી કામ કરતા કાંતિભાઈ પુનાભાઈ ડુંભીલ જાતે આદિવાસી (૪૦) એ રિતેશ કાંતિભાઈ ડુંભીલ જાતે આદિવાસી રહે મૂળ છોટાઉદેપુર હાલ રહે હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે આરોપી તેનું બાઈક નં. જીજે ૩૪ એલ ૭૧૯૬ લઈને હળવદ ધાંગધ્રા રોડ ઉપર શક્તિનગર ગામ પાસે મુરલીધર હોટલ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકમાં પાછળના ભાગે ફરિયાદીનો ભાઈ ખીમરાજ પુનાભાઈ ડુંભીલ જાતે આદિવાસી (૩૦) બેઠો હતો દરમિયાન બાઇક ચાલકે તેનું બાઈક ડિવાઇડર સાથે અથડાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈ ખીમરાજને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News