મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીની એલીટ સાયન્સ કોલેજનો National Science Conference માં દબદબો


SHARE





મોરબીની એલીટ સાયન્સ કોલેજનો National Science Conference માં દબદબો

આજના આધુનિક યુગમાં સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ થતો રહ્યો છે આ વિકાસના ક્ષેત્રે ચાલતી એલીટ સાયન્સ કોલેજ હરહંમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તથા ભવિષ્યમાં સાયન્સ ક્ષેત્રે સારી એવી સિદ્ધિઓ હાંસિલ કરે તેવા પ્રયત્નો કરતી આવી છે.તાજેતરમાં Budding Scientist – 4 National Conference માં Poster Presentation તથા Model Presentation માં એલીટ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ  આગવું સ્થાન પ્રાપ્ત કરીને એલીટ કોલેજનું તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. U.G. Poster Presentation માં કિંજલ રગિયા (T.Y. B.Sc.) એ માઇક્રોબાયોલોજીમાં પ્રથમ સ્થાન તથા, P.G. Poster Presentation માં એરવડીયા રાજવી અને રસમિયા હિરલે (M.Sc. 1ST Year) કેમિસ્ટ્રીમાં તૃતીય સ્થાન તથા Model Presentation માં મયંક પટેલ (T.Y. B.Sc.) અને દેત્રોજા મીતે (T.Y. B.Sc.) ફિજીક્સમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ એસ.ડી. કલોલા, કેમ્પસ ડિરેક્ટર રવિનભાઈ તથા પ્રિન્સિપાલ મિતલબેનએ વિદ્યાર્થીઓ તથા પ્રધ્યાપકોને અભિનંદન પાઠવ્યા છે. તથા ભવિષ્યમાં આવી અનેક સિદ્ધિઓ પોતે સર કરે તેવી શુભકામના પાઠવી છે




Latest News