મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી મોરબીમાં ઈંડા-નોનવેજની લારીઓ તથા કતલખાનાઓ ચાલુ !: કમિશનરે પ્રસિદ્ધ કરેલ જાહેરનામાની ઐસીતૈસી મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટું પાસે કેનાલમાંથી મૃત હાલતમાં મળેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ


SHARE





મોરબીના ઘુંટું પાસે કેનાલમાંથી મૃત હાલતમાં મળેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ

મોરબી તાલુકા ઘુંટું ગામની સીમમા નર્મદા કેનાલ પાણીના ગેટ પાસેથી કોહવાયેલી હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી જેથી કરીને પોલીસે લાશનું ફોરેન્સિક પીએમ કરાવેલ છે જો કે, હજુ સુધી મૃતક યુવાનની ઓળખ મળી નથી જેથી કરીને મૃતક યુવાનની લાશને હાલમાં રાજકોટ હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમાં રાખવામા આવેલ છે અને તેની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અ.મોત નં-૧૬/૨૦૨૩ સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ કામના મરણ જનાર એક અજાણ્યો પુરૂષ જેની આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉમર છે તે તા.૦૧/૦૨/૨૦૨૩ ના ૧૨:૫૫ વાગ્યા પહેલા કોઇ વખતે મોરબી તાલુકા ઘુંટું ગામની સીમમા નર્મદા કેનાલ પાણીની ગેટ નં-૧૦૭ મા પાણીમાથી લાશ કોહવાયેલી તરતી મળી આવેલ છે જેથી મરણ જનારની લાશનુ પોસ્ટ મોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામા આવેલ છે અને મૃતક યુવાનને છાતીના ભાગે ગુજરાતી ભાષામા સંજય, ઓમ તથા ત્રિશુલ ત્રોફાવેલ છે તથા જમણા હાથના બાવળમા દિલમાં S (એસ) ત્રોફાવેલ છે તથા શરીરે લાલ કલરનુ કલરનુ ટીશર્ટ જેના પાછળ J RANA (જે.રાણા) લખેલ છે અને મરૂન ઘાટો ડાર્ક કલરનુ પેન્ટ પહેરલ છે. હાલમાં લાશનુ પોસ્ટ મોર્ટમ કરીને તેની ઓળખ સારૂ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડસ્ટોરેજમાં લાશને રાખવામાં આવેલ છે જે અજાણી લાશની બાબતે જો કોઈપણ માહીતી હોય તો જસપાલસિંહ એમ.જાડેજા (૯૯૨૫૪ ૨૮૦૭૦) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર (૦૨૮૨૨) ૨૪૨૫૯૨ ઉપર જાણ કરવા માટે તપાસ અધીકારી જે.એમ. જાડેજાએ જણાવ્યુ છે




Latest News