મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો મોરબીના ખારચીયા ગામે ગ્રામ પંચાયતની છતમાંથી પોપડા પડતાં ફર્નિચરમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં સાક્ષરતા દિન: મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ફ્રી માં ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સનું આયોજન મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા પાંચમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ યોજાશે માળીયા (મી)ના ખાખરેચી ગામે જૈન દેરાસરમાં ધોળા દિવસે તસ્કરના ધામા, ભગવાનની મૂર્તિ ઉપરથી આભૂષણની ચોરી
Breaking news
Morbi Today

હળવદના મિયાણી નજીક કેનાલમાં પાણી પીવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE





હળવદના મિયાણી નજીક કેનાલમાં પાણી પીવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા યુવાને કોઈ કારણોસર કેનાલમાં પાણી પીવા ગયેલ યુવાનનો પગ લપસી ગયો હતો જેથી તેને પાણીમાં ડૂબી ગયો હતો અને તેની શોધખોળ તરવૈયાઑ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેની ડેડબોડી પાણીમાંથી મળી આવતા આ બનાવની હળવદ તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના મિયાણી ગામે રહેતા કરશનભાઈ હેમુભાઈ ઝીઝુવાડિયા (૩૧)  ગઇકાલે બપોરના સમયે મિયાણી અને ટિકર ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી પીવા માટે ગયો હતો ત્યારે તેનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી ગયો હતો જો કે, કેનાલ કાંઠે તેની છકડો રીક્ષા પડી હતી જેથી કરીને લોકોને જાણ થતાં મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય ધર્મેન્દ્રભાઈ એરવાડિયા સહિતના તરવૈયાઑ ત્યાં આવ્યા હતા અને યુવાનની શોધખોળ શરૂ કરી હતી અને કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક યુવાન છકડો રીક્ષા ચાલવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતો

 બે બીયર સાથે પકડાયો

મોરબી શહેરના પંચાસર રોડના ખૂણા પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના બે ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૨૦૦ ની કિંમતની બિયરના બે ટીન કબજે કરીને સબીરભાઈ આદમભાઈ સેડાત જાતે મિયાણા (૩૫) રહે. મહેન્દ્રપરા શેરી નં-૧૪ વાળાની ધરપકડ કરેલ છે




Latest News