મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે કૌટુંબિક ભાભી સાથે સર્કસનો ખેલ કરવા આવેલ બાળકનું અપહરણ
મોરબીના બીલીયા ગામે પત્ની સાથે બોલાચાલી થતાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
SHARE
મોરબીના બીલીયા ગામે પત્ની સાથે બોલાચાલી થતાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા યુવાને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જેથી કરીને તેને લાગી આવતાં પોતાની જાતે ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો અને જેની તેને પ્રથમ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાઅને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને હાલમાં ત્યાં તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના બીલીયા ગામે રહેતો અને ડ્રાઇવિંગનું કામ કરતો મનસુખ મોહનભાઈ બોસિયા (૨૫) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવા માટેનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને યુવાનને તાત્કાલિક બેભાન હાલતમાં ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા છે આ બનાવની વધુમાં મનસુખભાઈના કુટુંબી રમેશભાઈ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મનસુખભાઈ બોસિયાને તેની પત્ની સાથે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી જેથી તેને મનોમન લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેવા માટેનો પ્રયાસ કર્યો હતો અને આ અંગેની જાણ તાત્કાલિક પરિવારજનોને થઈ જતા તેને ૧૦૮ મારફતે મોરબી અને બદલામાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે વધુમાં મળતી વિગત પ્રમાણે મનસુખભાઈને સંતાનમાં એક દીકરો અને દીકરી છે અને તે તેઓના માતા પિતા સાથે બીલીયા ગામે રહે છે હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઈજા
મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શાહિદભાઈ ચાનીયાનો આઠ વર્ષનો દીકરો તાલીબ ચાનીયા પોતાના ઘર પાસે સાયકલ લઈને આંટા મારતો હતો દરમિયાન તે સાયકલ ઉપરથી નીચે પટકાતા તેને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પીધી
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ બોધનગરમાં રહેતા સંજયભાઈ રાજેશભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૨૫) નામના યુવાનને રેલ્વે સ્ટેશન પાસે હતો ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે રિક્ષામાંથી નીચે ઉતરતા પીન્કીદેવી યુવરાજભાઈ બોરલ (૨૮) મૂળ. રહે આસામ હાલ મોરબી વાળીને પાછળથી આવી રહેલ અજાણ્યા બાઈકના ચાલકે હડફેટે લીધી હતી જેથી કરીને મહિલાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે