હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબી નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપવાના ગુનામાં રાજકોટના વધુ બે બુટલેગરની ધરપકડ


SHARE







મોરબી નજીક ગોડાઉનમાંથી વિદેશી દારૂ ઝડપવાના ગુનામાં રાજકોટના વધુ બે બુટલેગરની ધરપકડ

મોરબીના બેલા ગામ પાસે ગોડાઉનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૮૦ બોટલો મળી આવી હતી જે ગુનામાં અગાઉ રાજકોટના બુટલેગર ફિરોજ મેણુની ધરપકડ કરવામાં આવ્યા બાદ હાલમાં એલસીબીની ટીમે વધુ બે આરોપીનો જુદીજુદી જેલમાંથી કબજો લઈને ધરપકડ કરીને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરી છે

થોડા સમય પહેલા મોરબીના બેલા ગામની સીમમાં સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૨ વાળા ગોડાઉનમાં એલસીબીની ટીમે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનમાંથી  દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૮૦ બોટલો જેની કિંમત ૧૫,૧૯,૩૨૦ અને મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડી નં જીજે ૨૫ યુ ૯૮૨૬ જેની કિંમત ૫,૦૦,૦૦૦ આમ કુલ મળીને ૨૦,૧૯,૩૨૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આ માલ રાજકોટના કુખ્યાત બુટલેગર ફીરોજભાઇ હાસમભાઇ મેણુ જાતે સંધી રહે. જંગલેશ્ર્વર વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી ત્યારે ફિરોજ તેમજ ધવલ રસીકભાઇ સાવલીયા રહે. રાજકોટ, મહીન્દ્રા કંપનીની બોલેરો પીકઅપ ગાડીના ચાલક અને ગોડાઉન માલીક સહિતનાઓની  સામે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અગાઉ આ ગુનામાં પોલીસે ફિરોજ મેણુની ધરપકડ કરી હતી અને આ આરોપી હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે આ ગુનામાં પોલીસે હાલમાં ધવલ રસીકભાઇ સાવલીયા જાતે પટેલ (૨૮) રહે. કોઠારીયા મેઇન રોડ રાજકોટ અને ધવલ બટુકભાઇ વડનાગરા (૩૦) રહે. દેવપરા રાજકોટ વાળાની એલસીબીની ટીમે ધરપકડ કરેલ છે અને ધવલ સાવલીયાનો કબ્જો પોલીસે ગોંડલની જેલમાંથી લીધેલ છે અને ધવલ વડનાગરાનો કબ્જો રાજકોટની જેલમાંથી લેવામાં આવેલ છે

ઝેરી દવા પીધી
હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતો રાયમલ તીખડીયાભાઈ આદિવાસી (૧૪) નામનો બાળક કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની આગળની તપાસ કરતા વિપુલભાઈ ફુલતરીયા સાથે વાત તેને જણાવ્યું હતું કે બાળક ભૂલથી ઝેરી દવા પી ગયો હોય તેને સારવારમાં લઈને આવ્યા છે

એસિડ પી લેતા સારવારમાં
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રબારીવાસ નજીક મેહુલ ગૌતમભાઈ સાવરીયા (૧૯) રહે પાવળીયારી ઇન્ડિકા સીરામીક પાસે વાળો કોઈ કારણોસર એસિડ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે
 






Latest News