મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા મહિલા સંમેલન અને જિલ્લા કારોબારી બેઠક યોજાશે


SHARE







મોરબી જિલ્લાના મહાસંઘ દ્વારા મહિલા સંમેલન અને જિલ્લા કારોબારી બેઠક યોજાશે

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષકશિક્ષક કે હિતમેં સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન છે સંગઠન દ્વારા અનેકવિધ સામાજિક કાર્યો તેમજ શિક્ષક હિતના કામો થઈ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનેરું અને અનોખું મહત્વ છે આપણી સંસ્કૃતિ યત્ર પૂજયતે નારીતત્ર રમન્તે દેવતા: માં માનનારી સંસ્કૃતિ છે તેમજ પ્રવર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં માતૃશક્તિએ પોતાની બુદ્ધિ પ્રતિભાના બળે પોતાનું સ્થાન જમાવ્યું છે સંગઠનમાં માતૃશક્તિની સહયોગીતા વધે એવા શુભાષય સાથે મોરબી જિલ્લા કક્ષાના માતૃશક્તિ સંમેલનનું ભવ્યાતિભવ્ય આયોજન કરેલ છે

પ્રવર્તમાન સમયમાં શિક્ષકોના પ્રાણ પ્રશ્નો માટે સંગઠનની અતિ આવશ્યકતા છે,સંગઠન હશે તો જ શિક્ષકોના પ્રશ્નો ઉકેલ આવશે એ નિર્વિવાદ હકીકત છેહાલમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો વ્યાપ વધતો જાય છેતાલુકા જિલ્લારાજ્ય અને અખિલ ભારતીય સ્તરે આ સંગઠનનો માનમોભો અને મહત્વ દિન પ્રતિદિન ખુબજ વધતો જાય છે ત્યારે સંગઠનને શિક્ષકોની સેવાનીબુદ્ધિ કૌશલ્ય,કુનેહની ખુબજ જરૂર હોય શિક્ષકોને સંગઠન જોડાવા માટે આહવાન કરેલ હોય મોરબી જિલ્લાના તમામ શિક્ષક મિત્રોને એમના સ્નેહીજનો સાથે સંગઠનમાં જોડાવા અને સંગઠનને મજબૂત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો મહાસંઘમાં સામેલ થવા માટે તૈયારી દર્શાવેલ હોય એમને સહર્ષ આવકારવા માટેની એક અગત્યની બેઠકનું આયોજન શનાળા પાસે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે તારીખ ૧૧ ને શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યે કરવામાં આવેલ છે મહિલા સંમેલનના મુખ્ય વક્તા દક્ષાબેન અમૃતિયા પ્રધાનચાર્ય શિશુ મંદિર તેમજ ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબીડો.લાભુબેન કારાવદરા સહ સંગઠન મંત્રી સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લો વગેરે બહેનોને સંબોધિત કરશે તેમજ જિલ્લા કારોબારીમાં પરેશભાઈ પટેલ સહ સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત તેમજ રમેશભાઈ ગાગલ પ્રભારી મહાસંઘ-મોરબી ઉપસ્થિત રહી નવા કાર્યકર્તાઓને આવકારશે એમ પ્રચાર મંત્રી હિતેશભાઈ પંચોટીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે






Latest News