મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં લેબર કોલોનીમાં બીજા માળેથી નીચે પટકાયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના બેલા પાસે કારખાનામાં લેબર કોલોનીમાં બીજા માળેથી નીચે પટકાયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી નજીકના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં બીજા માળેથી નીચે પટકાતા ઈજા પામેલ યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નીવડતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી હાલમાં અકસ્માતના આ બનાવની આમદવાદની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જિલ્લાના અજમેરા ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર સર્વોપરી માટીના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતો મંગલસિંહ અમૃતલાલ ભંડોર (૧૮) નામનો યુવાન કારખાનાના લેબર કવાર્ટરમાં હતો ત્યારે બીજા માળ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને મંગલસિંહને શરીરને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે અમદાવાદ ખાતે સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અમદાવાદની સરકારી હોસ્પિટલ મારફતે અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વરલી જુગાર
મોરબીના સરદાર રોડ ઉપર જુના બસ સ્ટેન્ડ નજીક બીઓબી પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલિસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે એક શખ્સ વરલી જુગારના આંકડા લખતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી ૪૭૦ ની રોકડ કબજે કરી હતી અને આરોપી દાઉદભાઈ હાજીભાઈ કલર જાતે સંધિ મુસ્લિમ (૭૪) રહે. કાલિકા પ્લોટ બાવા અહેમદશાહની મસ્જિદ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી જાવેદનભાઈ નેકમામદ ભટ્ટીનું નામ સામે આવતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News