મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસેથી દેશી હાથ બનાવટની એક પીસ્તોલ-એક કાર્ટીસ સાથે એક શખ્સ પકડાયો


SHARE











મોરબીના જોધપર પાસેથી દેશી હાથ બનાવટની એક પીસ્તોલ-એક કાર્ટીસ સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકા જોધપર નદી ગામ પાસે મચ્છુનદીના પુલ ઉપરથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને એસઓજીની ટીમે ચેક કરતાં તેની પાસેથી દેશી હાથ બનાવટની એક પીસ્તોલ તેમજ એક જીવતું કાર્ટીઝ મળી આવ્યું હતું જેથી પોલીસે તેની ધરપકડ કરીને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળાના ઉત્પાદન, સંગ્રહ હેરાફેરી, અને ઉપયોગ સંબંધિત પ્રવૃતિ ઉપર નિયંત્રણ લાવવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જીલ્લામાં એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ સ્ટાફ દ્વારા ગેરકાયદે હથિયાર રાખતા ઇમસોને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા અને ટીમ હથિયાર શોધવા માટે કામ કરી રહી હતી તેવામાં જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા આશીફભાઇ રહીમભાઇ રાઉમાને મળેલ બાતમી આધારે પોલીસે જોધપર નદીથી લીલાપર રોડ ઉપર આવેલ મચ્છુનદીના પુલ ઉપર ઉભેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટની એક જુની પીસ્તોલ અને એક કાર્ટિસ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસે સની ઉર્ફે ભાણો અમુભાઇ ઉર્ફે બાબુભાઇ ચાવડા જાતે રજપુત (૩૭) રહે. હાલ સોઓરડી વરીયા મંદિર પાછળ રવિભાઇ શંકરભાઇ કુભારના મકાનમા ભાડે મોરબી મુળ જુના રાયસંગપર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કુલ મળીને  ૫૧૦૦ નો મુદામાલ કબજે કરીને પોલીસે આર્મ્સ એક્ટ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News