મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર ગામે સ્મશાન પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પડકાયો-એક ફરાર


SHARE











વાંકાનેરના સરતાનપર ગામે સ્મશાન પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક પડકાયો-એક ફરાર

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના સ્મશાન પાસેથી કાર જતી હતી તેની રોકીને ચેક કરવામાં આવતા તે કારમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૫૦ લિટર દારૂ અને કાર મળીને ૩.૦૭ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને એક આરોપીની ધરપકડ કરેલ છે જો કે, એક આરોપી નાશી ગયો હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના સ્મશાન પાસેથી કાચા રસ્તા ઉપરથી સ્વીફ્ટ કાર નંબર જીજે ૨૩ એમ ૯૬૮૪ પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાંથી ૩૫૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩ લાખની કિંમતની કાર અને ૭૦૦૦ ની કિંમતનો દારૂ આમ કુલ મળીને ૩.૦૭ લાખ ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી હસમુખભાઈ મધુભાઈ દેકાવાડિયા જાતે કોળી (૩૦) રહે.ભવાનીગઢ તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર વાળો મળી આવ્યો હતો જેથી તેની ધરપકડ કરેલ છે અને અજય કોળી રહે. માથક વાળો નાસી ગયો હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે જ શરૂ કરેલ છે.

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ભઠ્ઠીના સાધનો સહિત કુલ મળીને ૩૮૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી મહીપતભાઈ ચતુરભાઈ દેકાવાડીયા જાતે કોળી રહે વીરપર વાળો હાજર ન હોવાથી તેની સામે વાંકાનેર તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.






Latest News