લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં રિલ મુકવા બાબતે મારામારીમાં ઘવાયેલ યુવાન સારવારમાં


SHARE





મોરબીમાં ઇન્સ્ટાગ્રામમાં રિલ મુકવા બાબતે મારામારીમાં ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઇન્ટાગ્રામમાં રીલ મુકવા બાબતે ઝઘડો થયો હતો અને બાદમાં થયેલ મારામારીમાં ઘવાયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ રમેશભાઈ શેખવા નામના ૧૭ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બનાવની જાણ હોસ્પિટલ સૂત્રો તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસને કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી હતી.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇન્સટાગ્રામમાં રીલ મૂકવા બાબતે ઝઘડો થયો હતો અને તે અંગે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ શૈલેષ રમેશભાઈ શેખવા નામના યુવાનને સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.

માતા-પુત્રીને ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચાલકે માતા-પુત્રીને હડફેટે લેતા સારવારમાં ખસેડાયા હતા આ અંગે જાણવા મળતી વિગતો મુજબ હાલ મોરબીમાં રહેતા અને મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ગુડિયાબેન અનિલભાઈ બેલદાર (ઉંમર ૩૦) અને તેમની પુત્રી ખુશીબેન અનિલભાઈ બેલદાર (ઉંમર ૧૨) નામના માતા-પુત્રીને ઢુવા ચોકડી નજીક વરમોરા સીરામીકની સામે અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લીધા હતા જેથી બંનેને અત્રે સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા જેને પગલે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીકના પાવડીયારી વાડી વિસ્તારમાં રહેતા અને ખેત મજૂરીનું કામ કરતા મહેશ ગુડ્ડુલાલ મેડા નામના ૨૫ વર્ષના આદિવાસી યુવાને કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના ઊંચી માંડલ ગામ પાસે રહેતા સંતોષ જસાભાઈ પ્રજાપતિ નામના ૨૨ વર્ષના યુવાને રામદેવ મઢુલી હોટલ પાસે કોઈ કારણોસર દવા પી લીધી હોય તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાતા હોસ્પિટલ સુત્રો તરફથી જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News